Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Psalms 150 IRVGuj

Side by side with the Father's Heart Bible™

ગાઓ, વાજિંત્રો વગાડો, ને પ્રભુની સ્તુતિ કરો

1યહોવાહની સ્તુતિ કરો.તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો;આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.

2તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.

3રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો;સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.

4ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો;સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.

5તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો;ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.

6શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો.યહોવાહની સ્તુતિ કરો.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]