1યહોવાહની સ્તુતિ કરો.તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો;આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. 2તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. 3રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો;સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો. 4ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો;સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો. 5તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો;ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો. 6શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો.યહોવાહની સ્તુતિ કરો.