Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Psalms 23 guj

Side by side with the Father's Heart Bible™

1યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.

2તે મને લીલાં બીડમાં સુવાડે છેતે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.

3તે મારા આત્માને તાજગી આપે છે;પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.

4જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું,તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો;તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.

5તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છોતમે મારા માથા પર તેલ રેડ્યું છે;મારો પ્યાલો છલકાઈ જાય છે.

6નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે;અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]