Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Psalms 6 IRVGuj

Side by side with the Father's Heart Bible™

મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત.

સંકટ સમયે સહાયની પ્રાર્થના

1હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિઅને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.

2હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું;હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.

3મારો જીવ પણ બહુ મૂંઝાયો છે.પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?

4હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો.તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!

5કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી.શેઓલમાં તમારો આભાર કોણ માનશે?

6હું નિસાસા નાખીને થાકી ગયો છું.દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું;હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.

7રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે;મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.

8ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ;કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.

9યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે;યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.

10મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે.તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]