Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Psalms 5 IRVGuj

Side by side with the Father's Heart Bible™

મુખ્ય ગવૈયાને માટે; નહીલોથ સાથે ગાવાને. દાઉદનું ગીત.

રક્ષણ માટેની પ્રાર્થના

1હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો;મારા ચિંતન પર લક્ષ આપો.

2હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો,કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.

3હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો;સવારમાં હું તારી પાસે મારી અરજીઓ લાવું છું કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.

4દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી;દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.

5તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી;જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.

6જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો;યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.

7પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ;હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.

8હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો;મારી આગળ તમારો માર્ગ સીધા કરો.

9કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી;તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે;તેઓનું ગળું ઉઘાડી કબર છે;તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.

10હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો;તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો!તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો,કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.

11પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે;તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે;તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે.

12કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો;તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]