Side by side with the Father's Heart Bible™ 1હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો;મારા ચિંતન પર લક્ષ આપો.
2હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો,કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.
3હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો;સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.
4દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી;દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.
5તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી;જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.
6જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો;યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.
7પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ;હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.
8હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો;મારી આગળ તમારો માર્ગ પાધરો કરો.
9કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી;તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે;તેઓનું ગળું ઉઘાડી કબર છે;તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.
10હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો;તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો!તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો,કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.
11પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે;તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે;તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે.
12કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો;તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.