Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Psalms 11 guj

Side by side with the Father's Heart Bible™

1યહોવાહ પર હું ભરોસો રાખું છું;તમે મારા જીવને કેમ કહો છો કે,"પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?"

2કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે.તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છેએટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે.

3કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે,તો ન્યાયી શું કરી શકે?

4યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે;તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.

5યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે,પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે.

6તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે;તે તેઓના પ્યાલાનો ભાગ થશે.

7કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે;જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]