Side by side with the Father's Heart Bible™ 1હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે;વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.
2દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે;દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે.
3યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનોતથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
4તેઓએ એવું કહ્યું, "અમારી જીભથી અમે જીતીશું.જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?"
5યહોવાહ કહે છે,"ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.""જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ."
6યહોવાહના શબ્દો શુદ્ધ છે,જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય,તેના જેવા તેઓ પવિત્ર છે.
7હે યહોવાહ, તમે તેઓને સંભાળજો.આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
8જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છેત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.