Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Psalms 142 IRVGuj

Side by side with the Father's Heart Bible™

દાઉદ ગુફામાં હતો તે વખતનું તેનું માસ્કીલ; પ્રાર્થના.

તમે મારો આશરો-તમે મારું સર્વકાંઈ

1હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું;ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.

2તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું;હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.

3જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે,ત્યારે તમે મારા માર્ગો જાણો છો.જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએમારે માટે પાશ સંતાડી મૂક્યો છે.

4હું મારી જમણી બાજુએ જોઉં છું,તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી.મારું નાસવું નિષ્ફળ ગયું છે;મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.

5હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું,“તમે જ મારો આશ્રય છો,મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો.

6મારો પોકાર સાંભળો,કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું;મને સતાવનારાના હાથમાંથી છોડાવો,કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.

7મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો,કે જેથી હું તમારા નામનો આભાર માની શકું.ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશેકેમ કે તમે મારા માટે ભલા છો.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]