Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Psalms 3 IRVGuj

Side by side with the Father's Heart Bible™

પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.

સહાય માટે સવારની પ્રાર્થના

1હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે!મારી સામે હુમલો કરનારા ઘણા છે.

2ઘણા મારા વિષે કહે છે,“ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” સેલાહ

3પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો,તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.

4હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છુંઅને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. સેલાહ

5હું સૂઈને ઊંઘી ગયો;હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.

6જે હજારો લોકોએ મને ઘેરી લીધો છેતેઓથી હું બીશ નહિ.

7હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો!કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે;તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.

8વિજય યહોવાહ પાસેથી મળે છે.તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]