Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Isaiah 15 IRVGuj

Side by side with the Father's Heart Bible™

ઈશ્વર મોઆબનો વિનાશ કરશે

1મોઆબ વિષે ઈશ્વરવાણી.ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે;ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.

2તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે;નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે.તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.

3તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પરઅને ચોકમાં પોક મૂકીને રડે છે.

4વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે.તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.

5મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે.લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે.હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.

6નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે;ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.

7તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છેતે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે.

8કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે;એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે.

9દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ.મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]