Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Psalms 20 guj

Side by side with the Father's Heart Bible™

1સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો;યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.

2પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલોઅને સિયોનમાંથી તને બળ આપો.

3તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરોઅને તારું દહનાર્પણ માન્ય કરો.

4તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપોઅને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.

5તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશુંઅને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું.યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.

6હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે;તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથનીતારકશક્તિથી તેને જવાબ આપશે.

7કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર,પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.

8તેઓ નમીને પડી ગયા છે;પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.

9હે યહોવાહ, રાજાને વિજય આપો;જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]