Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Psalms 19 guj

Side by side with the Father's Heart Bible™

1આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છેઅને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!

2દિવસ દિવસને તેમના વિષે કહે છે;રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે.

3ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી; તેઓની વાણી સંભાળતી નથી.

4તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છેઅને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે.તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.

5સૂર્ય પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છેઅને તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે.

6તે આકાશને એક છેડેથી નીકળી આવે છેઅને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે;તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી.

7યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે;યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે.

8યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે;યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે.

9યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે;યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.

10તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે;વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.

11હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છેતેઓને પાળવામાં મોટો લાભ છે.

12પોતાની ભૂલો કોણ જાણી શકે?છાના પાપથી તમે મને મુક્ત કરો.

13જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો;તેઓને મારા પર રાજ કરવા ન દો.એટલે હું સંપૂર્ણ થઈશઅને હું મહાપાપમાંથી બચી જઈશ.

14હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનારમારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારોતમારી આગળ માન્ય થાઓ.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]