Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Psalms 138 IRVGuj

Side by side with the Father's Heart Bible™

દાઉદનું (ગીત.)

આભારની પ્રાર્થના

1હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ;હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.

2હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશતમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ.

3મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.

4હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે,તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.

5તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે,કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.

6જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે,પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.

7જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો;મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશોઅને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.

8યહોવાહ અંત સુધી મારી સાથે છે;હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે;તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]