Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Psalms 147 guj

Side by side with the Father's Heart Bible™

1યહોવાહની સ્તુતિ કરો,કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાંએ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.

2યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે;તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.

3હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છેઅને તે તેઓના ઘા રુઝવે છે.

4તે તારાઓની ગણતરી કરે છે;તે તેઓને નામ આપીને બોલાવે છે.

5આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે;તેમના ડહાપણની કોઈ સીમા નથી.

6યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે;તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.

7યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ;વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ.

8તે આકાશને વાદળોથી ઢાંકે છેઅને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે,તે પહાડો પર ઘાસ ઉગાડે છે.

9પશુઓને તેમ જ પોકાર કરતાંકાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.

10તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી;તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી.

11જેઓ તેમનો ભય રાખે છેઅને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવાહ ખુશ રહે છે.

12હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર;હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર.

13કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે;તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે.

14તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે;સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે.

15તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે.

16તે ઊનના જેવો બરફ મોકલે છે;તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.

17રોટલીના કટકા જેવા કરા વરસાવે છે;તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?

18તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે;તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે.

19તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં,તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા.

20અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી;તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી.યહોવાહની સ્તુતિ થાઓ.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]