Side by side with the Father's Heart Bible™ 1યહોવાહની સ્તુતિ કરો.હે મારા આત્મા, યહોવાહની સ્તુતિ કર.
2મારા જીવન પર્યંત હું યહોવાહની સ્તુતિ કરીશ;મારા જીવનના છેલ્લાં શ્વાસ સુધી હું મારા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાઈશ.
3તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો,કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી.
4જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે.
5જે માણસને સહાય કરનાર યાકૂબના ઈશ્વર છે,જેની આશા તેના ઈશ્વર યહોવાહમાં છે, તે આશીર્વાદિત છે.
6યહોવાહે પૃથ્વી તથા આકાશ,સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે;તે સદા સત્ય પાળનાર છે.
7તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છેઅને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે.યહોવાહ કેદીઓને છોડાવે છે.
8યહોવાહ દૃષ્ટિહીનોની આંખો ખોલે છે;યહોવાહ ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે;યહોવાહ ન્યાયી લોકોને પ્રેમ કરે છે.
9યહોવાહ દેશમાંના વિદેશીઓનું રક્ષણ કરે છે;તે અનાથો તથા વિધવાઓને ઊંચાં કરે છે,પણ તે દુષ્ટોનો વિરોધ કરે છે.
10યહોવાહ સદાકાળ રાજ કરશે,હે સિયોન, તમારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે.યહોવાહની સ્તુતિ કરો.