Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Proverbs 18 guj

Side by side with the Father's Heart Bible™

1જુદો પડેલો માણસ ફક્ત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છેઅને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.

2મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો,પણ તેને ફક્ત પોતાનાં મંતવ્યોને જ રજૂ કરવાં હોય છે.

3જ્યારે દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે,અપકીર્તિ સાથે શરમ અને નિંદા પણ આવે છે.

4માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે;ડહાપણનો ઝરો વહેતી નદી જેવો છે.

5દુષ્ટની શેહશરમ રાખવીઅથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી.

6મૂર્ખના હોઠ કજિયા કરાવે છેઅને તેનું મુખ ફટકા માગે છે.

7મૂર્ખનું મોં એ તેનો વિનાશ છેઅને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.

8કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજનના કોળિયા જેવા હોય છેઅને તે તરત ગળે ઊતરી જઈને શરીરના અંદરના ભાગમાં પહોંચી જાય છે.

9વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છેતે ઉડાઉનો ભાઈ છે.

10યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે;નેકીવાન તેમાં નાસી જઈને સુરક્ષિત રહે છે.

11ધનવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છેઅને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.

12માણસનું હૃદય અભિમાની થયા પછી નાશ આવે છે,પણ વિનમ્રતા સન્માનની અગાઉ આવે છે.

13સાંભળ્યા પહેલાં જવાબ આપવામાંમૂર્ખાઈ તથા લજ્જા છે.

14હિંમતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે,પણ ઘાયલ મન કોણ વેઠી શકે?

15બુદ્ધિશાળી વ્યક્તિ ડહાપણ પ્રાપ્ત કરવા મથે છેઅને જ્ઞાની વ્યક્તિના કાન ડહાપણ શોધે છે.

16વ્યક્તિની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છેઅને તેને મહત્વની વ્યક્તિની સમક્ષ લઈ જાય છે.

17જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છેપણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.

18ચિઠ્ઠી નાખવાથી તકરાર સમી જાય છેઅને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે.

19દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છેઅને એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.

20માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે,તેના હોઠોની ઊપજથી તે ધરાશે.

21મરણ તથા જીવન જીભના અધિકારમાં છેઅને જે તેને પ્રેમ કરશે તે તેવું ફળ ખાશે.

22જેને પત્ની મળે તે તેને માટે સારી બાબત છેઅને તેથી તેને યહોવાહની કૃપા પ્રાપ્ત થાય છે.

23ગરીબ દયાને માટે કાલાવાલા કરે છે,પણ દ્વવ્યવાન ઉદ્ધતાઈથી જવાબ આપે છે.

24જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે,પણ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]