Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 7 OGCB

Show OGCB only
Verse × ×
1 This Melchizedek, king of Salem, priest of the Most High, our Father, met Abraham returning from defeating the kings and blessed him. આ મેલ્ખીસેદેક શાલેમનો રાજા તથા પરાત્પરના ઈશ્વરનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને અબ્રાહમ પાછો આવી રહ્યો હતો ત્યારે તેને મળ્યો અને તેને આશીર્વાદ આપ્યો.
2 Abraham gave him a tenth of everything. His name means, first, king of righteousness, then also king of Salem—meaning king of peace. અને અબ્રાહમે તેને બધી વસ્તુઓનો દસમો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અથઁ “ન્યાયીપણાનો રાજા છે” અને “તે શાલેમનો રાજા છે.” એટલે “શાંતિનો રાજા” છે.
3 Without father, without mother, without genealogy, no beginning of days or end of life, but like the Son of our Father, he remains a priest forever. તે માતાપિતા વિનાનો, વંશાવળી વગરનો, દિવસની શરૂઆત કે જીવનના અંત વગરનો, પણ તે ઈશ્વરપુત્ર જેવો છે અને સદા યાજક રહે છે.
4 Consider how great this man was: Abraham the patriarch gave him a tenth of the plunder. તે કેવો મહાન હશે તેનો વિચાર કરોઃ પૂર્વજ અબ્રાહમે પણ તેને લુંટનો દસમો ભાગ આપ્યો.
5 Those descendants of Levi who become priests are commanded by the law to collect the tenth from the people—their own brothers—though they too descend from Abraham. હવે નિયમશાસ્ત્ર પ્રમાણે લેવીના વંશજો યાજક બને છે, તેઓને લોકોની પાસેથી, એટલે પોતાના ભાઈ ઇઝરાયેલીઓ પાસેથી દશાંશ લેવાનો હુકમ છે, ભલે તેઓ અબ્રાહમના વંશજ હોય.
6 But he, though not descended from them, took a tenth from Abraham and blessed the one who held the promises. જો કે આ માણસ લેવીના વંશજોમાંનો ન હતો, છતાં તેણે અબ્રાહમ પાસેથી દશાંશ લીધો, અને જેને વચનો આપવામાં આવ્યા હતાં તેને આશીર્વાદ આપ્યો.
7 It is beyond all dispute that the lesser is blessed by the greater. નાનાંથી મોટાને આશીઁવાદ મળે છે, એમાં કંઈ પણ શંકા નથી.
8 In one case, tithes are received by mortal men; in the other, by one testified to be alive. એક કિસ્સામાં, મર્ત્ય હોવા છતાં દશાંશ સ્વીકારે છે, પણ બિજા કિસ્સામાં, એના દ્રારા જે સદા જીવંત છે.
9 One might even say Levi, who receives the tenth, paid it through Abraham, વળી એમ પણ કહી શકાય કે જે લેવી દશમો ભાગ લે છે, તેણે પણ અબ્રાહમ મારફતે દશાંશ આપ્યો.
10 for he was still in his ancestor's body when Melchizedek met Abraham. કેમકે જયારે મેલ્ખીસેદેક જયારે અબ્રાહમને મળ્યો, ત્યારે તે હજી તેના શરીરમાં હતો.
11 If the Levitical priesthood brought perfection—the people received the law under it—why was another priest needed, one in Melchizedek's order, not called after Aaron's order? હવે જો લેવીયના યાજકપદથી પરિપૂણઁતા થઇ હોત, અને ખરેખર તે દ્રારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો આરોનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી?
12 For when the priesthood changes, the law must change as well. જયારે યાજકપદ બદલાય છે, ત્યારે નિયમો પણ બદલાવવા જોઈએ.
13 For he of whom these things are said belonged to another tribe, from which no one has ever served at the altar. જેના સંબંધમાં એ વાતો કહેવામાં આવી છે તે બીજા કુળનો છે, અને તે કુળમાંથી કોઈએ કયારેય વેદીની સેવા કરી નથી.
14 Clearly our Lord descended from Judah; Moses said nothing about priests from that tribe. કેમકે એ સ્પષ્ટ છે કે આપણા પ્રભુ યહૂદા કુળમાંથી આવ્યા, તે કુળમાંના યાજકપદ વિશે મોશેએ કંઈ કહ્યું નથી.
15 And this becomes even more evident when another priest arises in the likeness of Melchizedek, અને અમે જે કહ્યું છે તે વધારે સ્પષ્ટ છે, જો મેલ્ખીસેદેક જેવો બીજો એક યાજક ઊભો થયો છે.
16 who has become a priest not by a law of physical descent but by the power of an indestructible life. જે પોતાના પૂવઁજોના પણ આધારે યાજક નથી બન્યાં, પણ અવિનાશી જીવનનાં સામર્થ્યના આધારે યાજક બન્યા.
17 For it is testified about him, "You are a priest forever, in the order of Melchizedek." કેમકે તે જાહેર કરવામાં આવ્યું છે કે: “મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તું સનાતન યાજક છે.”
18 On the one hand, a former commandment is set aside because of its weakness and uselessness. પહેલાના નિયમોને રદ કરવામાં આવે છે કારણ કે તે નિર્બળ અને બિનઉપયોગી હતો.
19 The law perfected nothing; but a better hope is introduced, through which we draw near to our Father. (કેમકે નિયમશાસ્ત્રથી કશું પરિપૂણઁ થયું નથી), અને એક સારી આશા રજૂ થઇ છે, જે વડે આપણે ઈશ્વર પાસે નજીક જઈએ છીએ.
20 This was not without an oath, for the others became priests without an oath, અને તે સમ વિનાનું ન હતું! કેમકે બીજા તો સમ વિના યાજક થયા છે,
21 but he became a priest with an oath, by the one who said to him: "Our Father has sworn and will not change his mind, 'You are a priest forever.'" પણ જયારે ઈશ્વરે તેને કહ્યું, ત્યારે તે સમ ખાઈને યાજક બન્યા: “ઈશ્વરે પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું છે કે, અને તે કદી પોતાનો વિચાર બદલશે નહિ: ‘તું સદાને માટે યાજક છે.’ ”
22 To that same degree, Jesus has become the guarantor of a better covenant. આ સમને કારણે, ઈસુ વધુ સારાં કરારના જામીન થયા.
23 The former priests were many, because death prevented them from continuing in office, હવે એ યાજકોમાંના ઘણાં હતાં ખરા, પણ મરણને લીધે તેઓ કાયમ રહી શક્યા નહિ;
24 but he holds his priesthood permanently, because he continues forever. પણ ઈસુ સદાકાળ જીવંત છે, અને તેમનું યાજકપદ સનાતન છે.
25 So he can fully save those who come to our Father through him, since he always lives to plead their case. આથી જે કોઈ તેમના મારફતે ઈશ્વર પાસે આવે છે, તેઓનો તે સંપૂર્ણ ઉધ્ધાર કરવા તે સમર્થ છે, તેમને માટે મધ્યસ્થી કરવા તેઓ સદા જીવંત છે.
26 Such a high priest suited us: holy, blameless, unstained, separated from sinners, raised above the heavens. આથી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી, કે જે પવિત્ર, દોષરહિત, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને સ્વર્ગમાં સૌથી ઊંચે ચઢાવેલા છે.
27 Unlike those high priests, he doesn't need to offer sacrifices daily—first for his own sins, then for the people's—since he did this once for all, offering himself. બીજા પ્રમુખ યાજકોની માફક, તેમણે પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન કરવાની જરૂર નથી. કારણ કે તેમણે પોતે એક જ વાર બધાનાં પાપો માટે બલિદાન આપ્યું.
28 The law appoints weak men as high priests, but the oath's word, coming after the law, appoints the Son, made perfect forever. કેમકે નિયમશાસ્ત્ર માણસોની તેમની બધી નબળાઇઓ સાથે યાજકો તરીકે ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછીના સમનું વચન તો સદાકાળ સંપૂણઁ કરેલાં પુત્રને પ્રમુખયાજક ઠરાવે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]