Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 8 OGCB

Show OGCB only
Verse × ×
1 The point of this: we have such a high priest, who sat down at the right hand of the throne of the Majesty in heaven. હવે અમે જે કહીએ છીએ તેનો સારાંશ આ પ્રમાણે છે: આપણી પાસે એવા પ્રમુખયાજક છે, જે સ્વર્ગમાં મહીમાવાન રાજયાસનની જમણી બાજુએ બિરાજેલાં છે.
2 A minister of the holy places and the true tabernacle, set up by the Father, not man. અને જે પવિત્રસ્થાનનો ખરો મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ સ્થાપયો છે જેની તે સેવા કરી રહ્યા છે.
3 Every high priest is appointed to offer gifts and sacrifices; so this one too must have something to offer. હવે દરેક પ્રમુખયાજક અપઁણો અને બલિદાનો લાવવાં માટે નીમાયેલો હોય છે. માટે આ પ્રમુખયાજક પણ કંઈ અર્પણ લાવે તે જરૂરી છે.
4 If he were on earth, he wouldn't even be a priest, since others offer the gifts under the law. હાલ જો તે પૃથ્વી પર હોત તો તે યાજક ન બન્યા હોત, કારણ કે નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણો કરનાર યાજકો તો છે જ.
5 They serve a copy and shadow of heavenly things, as Moses was warned when about to complete the tabernacle: "See," he said, "make everything according to the pattern shown you on the mountain." તેઓ સ્વગઁમાની વસ્તુઓની પ્રતિછાયાની સેવા કરે છે, આ જ કારણ છે કે જયારે મોશે મંડપ બાંધવાની શરૂઆત કરી ત્યારે તેને ચેતવણી આપવામાં આવી હતી કે: “જે નમુનો તને પહાડ પર બતાવવામાં આવ્યો હતો તે પ્રમાણે બધું બનાવજે.”
6 But now Jesus has obtained a superior ministry, since the covenant he mediates is better, established on better promises. પણ હકિકતમાં ઈસુને મળેલી સેવા તેમના કરતા એટલી જ વિશેષ છે, જેટલી તે જે કરારનો મઘ્યસ્થ છે. તે જુના કરાર કરતા વિશેષ છે, કારણ કે નવો કરાર વઘુ સારા વચનો પર સ્થાપીત થયેલો છે.
7 For if that first covenant had been faultless, there would have been no need for a second. કેમકે જો પહેલાં કરારમાં કંઈ દોષ ન હોત, તો નવા કરારની આવશ્યકતા ઊભી થઈ ન હોત.
8 For finding fault with them, he says: "Look, the days are coming, declares our Father, when I will make a new covenant with the house of Israel and with the house of Judah. પણ ઈશ્વરે લોકોને દોષિત ઠરાવીને કહ્યું: “પ્રભુ જાહેર કરે છે, કે એવા દિવસ આવશે કે, જયારે હું નવો કરાર સ્થાપન કરીશ. ઇઝરાયેલનાં લોકોની સાથે, અને યહૂદીયાનાં લોકોની સાથે.
9 Not like the covenant I made with their fathers on the day I took them by the hand to lead them out of the land of Egypt. For they did not remain in my covenant, and so I disregarded them, declares our Father. હું તેમના પિતૃઓને ઈજિપ્ત દેશમાંથી લઈ આવ્યો ત્યારે જે કરાર મેં તેઓની સાથે કર્યા હતો તેના જેવો તે કરાર નથી. કેમકે તેઓ મારા કરારને વિશ્વાસુ રહ્યા નહિ, તેથી જ મેં તેઓને મૂકી દીધા, પ્રભુ કહે છે
10 For this is the covenant I will make with the house of Israel after those days, declares our Father I will put my laws into their minds and write them on their hearts, and I will be their Father, and they will be my children. ઇઝરાયેલ લોકો સાથે, હું જે કરાર સ્થાપન કરીશ તે આ છે, હું મારા નિયમો તેઓના મનમાં મુકીશ, અને તેઓના હૃદયપટ પર લખીશ, હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.
11 And no longer will each one teach his neighbor and each one his brother, saying, "Know our Father," for they will all know me, from the least of them to the greatest. હવે પછી કોઈ પોતાના પાડોશી કે એકબીજાને કહેશે નહિ કે: ‘પ્રભુને ઓળખ’ કારણ કે નાનાંથી માંડીને મોટાં સુધી તેઓ સર્વ મને ઓળખશે.
12 For I will be merciful toward their wrongdoing, and I will remember their sins no more." કેમકે હું તેઓના અપરાધો માફ કરીશ, અને તેઓના પાપનું ફરી કદી સ્મરણ કરીશ નહિ.”
13 Speaking of a new covenant, he has made the first outdated. What's outdated and aging is nearing its end. તો, નવો કરાર, એવું કહીને તેણે પહેલાં કરારને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જજઁર થતું જાય છે, તે નાશ પામવાની તૈયારીમાં છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]