Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 9 OGCB

Show OGCB only
Verse × ×
1 Now even the first covenant had regulations for worship and an earthly sanctuary. હવે પ્રથમ કરારમાં આરાધનાને લગતાં નિયમો હતા અને પૃથ્વીનાં પરના પવિત્રસ્થાન પણ હતા.
2 A tent was set up—the first one—holding the lampstand, the table, and the bread of the Presence; it is called the Holy Place. મુલાકાતમંડપ ઊભો કરવામાં આવ્યો હતો. તેના પહેલાં ભાગને પવિત્રસ્થાન કહેતા હતા, ત્યાં સોનાનું સ્ટેન્ડ, ટેબલ અને અર્પિત રોટલી હતાં.
3 Behind the second curtain was a tent called the Holy of Holies. અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો, તેને પરમપવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો.
4 It had the gold incense altar and the ark of the covenant covered all over with gold, holding a gold jar of manna, Aaron's staff that sprouted, and the covenant tablets. તે ભાગમાં સોનાની ધૂપવેદી તથા સોનાથી મઢેલો કરારકોશ હતાં. આ કરારકોશમાં માન્ના ભરેલું સુવર્ણ પાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી, અને દસ આજ્ઞાઓ લખેલ બે શિલાપાટીઓ મૂકેલાં હતાં.
5 Above it, the cherubim of glory overshadowed the mercy seat—details we can't cover now. કરારકોશ પર મહિમાદર્શક કરુબીમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી. પરંતુ હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.
6 With things arranged this way, priests enter the first tent continually, performing their sacred duties. આ રીતે સર્વ વસ્તુઓ ગોઠવાઈ ગયા પછી, યાજકો નિયમીત રીતે આગલા ભાગમાં સેવા કરવા માટે જતા.
7 Only the high priest enters the second tent, once a year, always with blood, offered for himself and the people's unintentional sins. પરંતુ અંદરના ભાગમાં માત્ર પ્રમુખયાજક જ જઈ શકતા અને તે પણ વર્ષમાં એક જ વાર, અને કયારેય પણ રકત વિના નહિ, જે તે પોતાનાં તથા લોકોનાં અજ્ઞાનતામાં કરેલાં પાપોને માટે અર્પણ કરતા.
8 By this the Holy Spirit was showing that the way into the holy places was not yet revealed while the first tent still stood. આ બધી બાબતો દ્વારા પવિત્ર આત્મા દર્શાવે છે કે જયાં સુધી પહેલો મંડપ કાયઁરત હતો ત્યાં સુધી પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો થયો ન હતો.
9 This is a symbol for the present time. According to this arrangement, gifts and sacrifices are offered that cannot make the worshiper's conscience perfect, આ વતઁમાન સમય માટે એક ઉદાહરણ છે, જે બલિદાનો તથા અર્પણો કરવામાં આવતા હતા, તે ભજન કરનારાઓનું અંતઃકરણને શુધ્ધ કરવા માટે સમર્થ ન હતાં.
10 but only about food, drink, and various washings—bodily regulations imposed until the time of reform. એ તો ખોરાક પાણી, સ્નાન ક્રિયા અને અનેક પ્રકારના બાહ્ય શુધ્ધિને લગતાં નવા નિયમો આવતા સુધીજ ચલાવવાને ઠરાવેલાં હતાં.
11 But Christ came as high priest of the good things that have come, through the greater and more perfect tent not made by hands, that is, not of this creation. પણ મસીહ જયારે સારી બાબતો સંબંધી પ્રમુખયાજક તરીકે આવ્યા, ત્યારે જે માનવી હાથોથી બનાવેલો નહિ, જે આ સૃષ્ટિનો ભાગ નથી એવા વધુ મહાન અને સંપૂર્ણ એવા મંડપમાં પ્રવેશ્યા.
12 He entered the sanctuary once for all, not with the blood of goats and calves but with his own blood, securing eternal redemption. તેઓ બકરાં કે વાછરડાંના રકતથી પ્રવેશ્યા નહિ; પણ પોતાના રકત દ્રારા એક જ વાર પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યા, આમ સનાતન ઉધ્ધાર મેળવ્યો.
13 For if the blood of goats and bulls, and a heifer's ashes sprinkled on the unclean, make holy for cleansing of the flesh, બળદ અને બકરાનું રક્ત તથા વાછરડીની રાખ કે જે લોકો વિધિપૂવઁક અશુધ્ધ છે તેમના પર છાંટીને તેમને પવિત્ર કરવામાં આવે છે, જેથી તેઓ બહારથી શુધ્ધ થાય.
14 how much more will the blood of Christ, he who offered himself through the eternal Spirit, flawless, to our Father, cleanse our conscience from dead works to serve the living Father? તો પછી, મસીહનું રકત જેમણે સનાતન આત્માથી પોતાનું દોષરહિત અપઁણ ઇશ્વરને આપ્યું, તે આપણા અંતઃકરણને મૃત્યું તરફ દોરી જતા કાયોઁથી શુધ્ધ કરશે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. તે કેટલું બધું વિશેષ છે.
15 For this reason he mediates a new covenant: a death redeemed people from wrongdoings under the first covenant, so the called receive the promised eternal inheritance. એ જ કારણથી પહેલાં કરારના સમયમાં થયેલા પાપોની મુક્તિ મેળવવા માટે ખંડણી તરીકે મૃત્યું પામ્યા અને જેને બોલાવાયેલા છે તેઓને વચન પ્રમાણે અનંતકાલિક વારસો પામે, તે માટે મસીહ નવા કરારના મધ્યસ્થ બન્યા.
16 For where a will is involved, the death of the one who made it must be established. વસિયત નામાંના કિસ્સામાં, તે કરનારનું મરણ પુરવાર કરવું જરૂરી છે.
17 For a will is valid only over the dead, since it has no force while its maker lives. કેમકે વસિયતનામું કરનાર વ્યકિત મરણ પામે પછી જ તેનો અમલ થઈ શકે છે. જયાં સુધી તે વ્યકિત જીવે છે ત્યાં સુધી તેનો અમલ થતો નથી.
18 Therefore not even the first covenant was inaugurated without blood. એ જ કારણથી પહેલો કરાર પણ રક્ત વિના અમલમાં આવ્યો ન હતો.
19 After Moses gave every command of the law to all the people, he took the blood of calves and goats, with water, scarlet wool, and hyssop, and sprinkled both the scroll itself and all the people, જયારે મોશેએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સવઁ લોકોને કહી સંભળાવ્યા પછી તેણે વાછરડાંનું લોહી, પાણી અને કિરમજી ઊન તેણે ઝૂફાની ડાળી સાથે લીધું અને તેણે ઓળિયા પર તથા લોકો પર છાંટયું.
20 saying, "This is the blood of the covenant that our Father commanded for you." તેમણે કહ્યું, “આ કરારનું રક્ત છે, જેની આજ્ઞા પાળવાનું ઈશ્વરે કહ્યું છે.”
21 Likewise he sprinkled the tent and all worship vessels with blood. એ જ પ્રમાણે તેણે તે રકત મુલાકાતમંડપ પર તથા સેવામાં વપરાતાં સર્વ પાત્રો પર છાંટયું હતું.
22 In fact, the law purifies almost everything with blood; and without the shedding of blood there is no forgiveness. હકિકતમાં, નિયમશાસ્ત્ર પ્રમાણે લગભગ દરેક વસ્તુ રકતથી શુધ્ધ કરવી જરૂરી છે, અને રકત વહેવડાવ્યાં વગર માફી મળતી નથી.
23 So the copies of heavenly things had to be purified by these rites, but the heavenly things themselves by better sacrifices than these. પણ સ્વર્ગીય વસ્તુઓના નમૂનાને આ બલિદાનોથી શુધ્ધ કરવાની જરૂર હતી, તો પછી સ્વગીઁય વસ્તુઓને તો વિશેષ બલિદાન વડે શુધ્ધ કરવાની જરૂર હતી.
24 For Christ did not enter man-made holy places, copies of the true ones, but heaven itself, to appear now before our Father for us. કેમકે મસીહ માનવી હાથોએ બનાવેલ પવિત્રસ્થાનમાં ગયા નહિ, જે ખરાનો નમૂનો હતો; પણ તે સ્વગઁમાં ગયા, જેથી હવે તે આપણે માટે ઈશ્વરની હજૂરમાં હાજર થાય.
25 Not to offer himself repeatedly, like the high priest entering the holy places yearly with blood not his own. વળી જેમ પ્રમુખયાજક દર વર્ષે બીજાનું રકત લઈને પરમપવિત્રસ્થાનમાં વષોઁવષઁ જતો હતો તેમ ઈસુ વારંવાર પોતાનું બલિદાન આપવાં સ્વગઁમાં ગયા નથી.
26 Otherwise Christ would have had to suffer many times since the world's founding. Instead he has appeared once, at the climax of the ages, to abolish sin by sacrificing himself. નહિ તો, જગતના આરંભથી મસીહે ઘણીવાર દુઃખ સહન કરવું પડત, પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે એક જ વખત પ્રગટ થયા છે.
27 And just as it is appointed for people to die once, and after that comes judgment, જેમ માણસને એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,
28 so Christ, offered once to bear the sins of many, will appear a second time—not for sin, but to bring salvation to those eagerly waiting for him. તેમ મસીહે પણ ઘણા લોકોનાં પાપ દૂર કરવા માટે એક જ વાર બલિદાન આપ્યું; અને તે બીજી વાર પણ પ્રગટ થશે, પાપ વેઠવા માટે નહિ, પરંતુ જેઓ તેમની રાહ જુએ છે તેમના માટે તારણ લાવવાં માટે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]