Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 7 OGCB

Side by side with the Father's Heart Bible™

મેલ્ખીસેદેક યાજક

1આ મેલ્ખીસેદેક શાલેમનો રાજા તથા પરાત્પરના ઈશ્વરનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને અબ્રાહમ પાછો આવી રહ્યો હતો ત્યારે તેને મળ્યો અને તેને આશીર્વાદ આપ્યો. 2અને અબ્રાહમે તેને બધી વસ્તુઓનો દસમો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અથઁ “ન્યાયીપણાનો રાજા છે” અને “તે શાલેમનો રાજા છે.” એટલે “શાંતિનો રાજા” છે. 3તે માતાપિતા વિનાનો, વંશાવળી વગરનો, દિવસની શરૂઆત કે જીવનના અંત વગરનો, પણ તે ઈશ્વરપુત્ર જેવો છે અને સદા યાજક રહે છે.

4તે કેવો મહાન હશે તેનો વિચાર કરોઃ પૂર્વજ અબ્રાહમે પણ તેને લુંટનો દસમો ભાગ આપ્યો. 5હવે નિયમશાસ્ત્ર પ્રમાણે લેવીના વંશજો યાજક બને છે, તેઓને લોકોની પાસેથી, એટલે પોતાના ભાઈ ઇઝરાયેલીઓ પાસેથી દશાંશ લેવાનો હુકમ છે, ભલે તેઓ અબ્રાહમના વંશજ હોય. 6જો કે આ માણસ લેવીના વંશજોમાંનો ન હતો, છતાં તેણે અબ્રાહમ પાસેથી દશાંશ લીધો, અને જેને વચનો આપવામાં આવ્યા હતાં તેને આશીર્વાદ આપ્યો. 7નાનાંથી મોટાને આશીઁવાદ મળે છે, એમાં કંઈ પણ શંકા નથી. 8એક કિસ્સામાં, મર્ત્ય હોવા છતાં દશાંશ સ્વીકારે છે, પણ બિજા કિસ્સામાં, એના દ્રારા જે સદા જીવંત છે. 9વળી એમ પણ કહી શકાય કે જે લેવી દશમો ભાગ લે છે, તેણે પણ અબ્રાહમ મારફતે દશાંશ આપ્યો. 10કેમકે જયારે મેલ્ખીસેદેક જયારે અબ્રાહમને મળ્યો, ત્યારે તે હજી તેના શરીરમાં હતો.

ઈસુ મેલ્ખીસેદેક જેવા

11હવે જો લેવીયના યાજકપદથી પરિપૂણઁતા થઇ હોત, અને ખરેખર તે દ્રારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો આરોનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? 12જયારે યાજકપદ બદલાય છે, ત્યારે નિયમો પણ બદલાવવા જોઈએ. 13જેના સંબંધમાં એ વાતો કહેવામાં આવી છે તે બીજા કુળનો છે, અને તે કુળમાંથી કોઈએ કયારેય વેદીની સેવા કરી નથી. 14કેમકે એ સ્પષ્ટ છે કે આપણા પ્રભુ યહૂદા કુળમાંથી આવ્યા, તે કુળમાંના યાજકપદ વિશે મોશેએ કંઈ કહ્યું નથી. 15અને અમે જે કહ્યું છે તે વધારે સ્પષ્ટ છે, જો મેલ્ખીસેદેક જેવો બીજો એક યાજક ઊભો થયો છે. 16જે પોતાના પૂવઁજોના પણ આધારે યાજક નથી બન્યાં, પણ અવિનાશી જીવનનાં સામર્થ્યના આધારે યાજક બન્યા. 17કેમકે તે જાહેર કરવામાં આવ્યું છે કે:“મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણેતું સનાતન યાજક છે.”

18પહેલાના નિયમોને રદ કરવામાં આવે છે કારણ કે તે નિર્બળ અને બિનઉપયોગી હતો. 19(કેમકે નિયમશાસ્ત્રથી કશું પરિપૂણઁ થયું નથી), અને એક સારી આશા રજૂ થઇ છે, જે વડે આપણે ઈશ્વર પાસે નજીક જઈએ છીએ.

20અને તે સમ વિનાનું ન હતું! કેમકે બીજા તો સમ વિના યાજક થયા છે, 21પણ જયારે ઈશ્વરે તેને કહ્યું, ત્યારે તે સમ ખાઈને યાજક બન્યા:“ઈશ્વરે પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું છે કે,અને તે કદી પોતાનો વિચાર બદલશે નહિ:‘તું સદાને માટે યાજક છે.’ ”

22આ સમને કારણે, ઈસુ વધુ સારાં કરારના જામીન થયા.

23હવે એ યાજકોમાંના ઘણાં હતાં ખરા, પણ મરણને લીધે તેઓ કાયમ રહી શક્યા નહિ; 24પણ ઈસુ સદાકાળ જીવંત છે, અને તેમનું યાજકપદ સનાતન છે. 25આથી જે કોઈ તેમના મારફતે ઈશ્વર પાસે આવે છે, તેઓનો તે સંપૂર્ણ ઉધ્ધાર કરવા તે સમર્થ છે, તેમને માટે મધ્યસ્થી કરવા તેઓ સદા જીવંત છે.

26આથી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી, કે જે પવિત્ર, દોષરહિત, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને સ્વર્ગમાં સૌથી ઊંચે ચઢાવેલા છે. 27બીજા પ્રમુખ યાજકોની માફક, તેમણે પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન કરવાની જરૂર નથી. કારણ કે તેમણે પોતે એક જ વાર બધાનાં પાપો માટે બલિદાન આપ્યું. 28કેમકે નિયમશાસ્ત્ર માણસોની તેમની બધી નબળાઇઓ સાથે યાજકો તરીકે ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછીના સમનું વચન તો સદાકાળ સંપૂણઁ કરેલાં પુત્રને પ્રમુખયાજક ઠરાવે છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]