Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 6 OGCB

Side by side with the Father's Heart Bible™

1હવે આપણે મસીહના સિધ્ધાંતના પ્રાથમિક શિક્ષણથી સંપૂણઁતા સુધી આગળ વધીએ; મરણ તરફ લઇ જતાં પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો; 2તથા બાપ્તિસ્મા, આત્મિક કૃપાદાનો, મૂએલાંનું પુનરુત્થાન તથા અનંતકાલિક ન્યાયચુકાદા વિશે પણ હવે તમારે વધુ શિક્ષણની જરૂર નથી. 3અને જો ઈશ્વર પરવાનગી આપશે તો આપણે એમ કરીશું.

4જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વગીઁય દાનોનો અનુભવ કયોઁ. જેઓ પવિત્ર આત્માના ભાગીદાર થયા, તેઓને માટે અશક્ય છે, 5જેઓએ ઈશ્વરનાં વચનની ઉત્તમતા જાણી હોય, આવનાર યુગનાં પરાક્રમનો અનુભવ કયોઁ હોય 6અને જેઓ પડી ગયા છે, તેઓને ફરીથી પસ્તાવો કરાવવા પાછા લાવવાં એ અશક્ય છે. કેમકે તેઓ પોતાના નુકશાનને માટે ફરીથી ઇશ્વરના પુત્રને ક્રૂસે જડે છે, અને જાહેરમાં તેમનું અપમાન કરે છે. 7જમીન કે જે વારંવારના વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે ઉપયોગી પાક ઉત્પન્ન કરે છે, અને તે ઇશ્વરનો આશીઁવાદ મેળવે છે. 8પણ જે જમીનમાં કાંટા ઝાંખરા ઊગે છે તે બિનઉપયોગી અને શાપિત થયેલી છે અને તેને બાળી નાંખવામાં આવે છે.

9પ્રિય મિત્રો, જો કે અમે આ પ્રમાણે કહીએ છીએ, તોપણ અમને ખાતરી છે કે તમારામાં વધુ સારી બાબતો છે, અને તે બાબતો તારણની છે. 10કેમકે ઈશ્વર અન્યાયી નથી; કે તેઓ તમારા કામને અને તેમના લોકો પર જે પ્રેમ બતાવ્યો છે, અને હજુ કરો છો એ બધું વીસરી જાય. 11વળી અમારી અંતઃકરણની ઇચ્છા છે કે તમારાંમાંનો દરેક તમારી આશા પૂર્ણ થાય માટે, એવો જ ઉત્સાહ અંત સુધી રાખે. 12અમે નથી ઇચ્છતા કે તમે આળસુ બનો, પરંતુ જેઓ વિશ્વાસ અને ધીરજથી વચનોનાં વારસ છે તેઓનું અનુકરણ કરો.

ઈશ્વરનું ખાતરીભયુઁ વચન

13જયારે ઈશ્વરે અબ્રાહમને વચન આપ્યું, ત્યારે પોતાનાં કરતાં કોઈ મોટો ન હતો કે જેના સમ તે ખાય, માટે તેમણે પોતાના જ સમ ખાઈને, 14કહ્યું “હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ, અને તને ઘણાં વંશજો આપીશ.” 15અને અબ્રાહમે ધીરજથી રાહ જોયા પછી તેને આપેલા વચનનું ફળ મળ્યું.

16માણસ પોતાના કરતાં મોટી વ્યકિતના નામે સમ ખાય છે, અને સમથી સર્વ વાદવિવાદનો અંત આવે છે. 17કારણ કે ઈશ્વર ઈચ્છતા હતા કે તેમનો અપરીવતઁનશીલ સ્વભાવ વચનનાં વારસદારોને સ્પષ્ટ થાય, તેમણે સમ દ્રારા તેની ખાતરી આપી. 18ઈશ્વરે આમ એટલા માટે કયુઁ કે બે નિશ્ચિત બાબતો, જેમાં ઈશ્વર જૂઠું બોલી શકતા નથી, આપણી આગળ મૂકેલી આશા પકડવા સારું આશ્રય માટે દોડનારને ઘણું ઉત્તેજન મળે. 19આ આશા આપણા આત્માને માટે લંગર સમાન છે. જે મજબૂત અને સુરક્ષિત છે. તે પડદા પાછળના આંતરિક સ્થાનમાં પ્રવેશ કરે છે. 20ત્યાં ઈસુએ, અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકની પરંપરા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખયાજક થયા છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]