Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Psalms 26 guj

Side by side with the Father's Heart Bible™

1હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું;મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.

2હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો;મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો!

3કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છુંઅને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.

4મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથીહું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.

5હું દુષ્ટોની સંગતને ધિક્કારું છુંઅને હું તેઓની સાથે બેસીશ નહિ.

6હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશઅને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.

7જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉંઅને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.

8હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તેઅને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.

9પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.

10તેઓને હાથે ઉપદ્રવ થાય છેઅને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.

11પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ;મારા પર દયા કરીને મને છોડાવો.

12મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે;જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]