Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Psalms 27 guj

Side by side with the Father's Heart Bible™

1યહોવાહ મારા ઉધ્ધારનાર તથા પ્રકાશ છે;હું કોનાથી બીહું ?યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે;મને કોનો ભય લાગે?

2જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે,ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.

3જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે,તોપણ હું મનમાં ડરીશ નહિ;જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે,તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.

4યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે:કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય,જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરુંઅને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.

5કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે;તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે.તે મને ખડક પર ચઢાવશે!

6પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશેઅને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ!હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ!

7હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો!મારા પર દયા કરીને મને ઉત્તર આપો!

8મારું હૃદય તમારા વિષે કહે છે કે,"તેમનું મુખ શોધો!" હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!

9તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ;કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ!તમે મારા સહાયકારી થયા છો;હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!

10જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે,તોપણ યહોવાહ મને સંભાળશે.

11હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો!મારા શત્રુઓને લીધેમને સરળ માર્ગે દોરી જાઓ.

12મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો,કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારામારી વિરુદ્ધ ઊઠ્યા છે!

13આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!

14યહોવાહની રાહ જો;બળવાન થા અને હિંમત રાખ!હા, યહોવાહની રાહ જો!

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]