Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Proverbs 22 guj

Show guj only
Verse × ×
1 A good name is to be chosen rather than great riches, and favor is better than silver or gold. સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.
2 The rich and the poor meet together; our Father is the Maker of them all. દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે.
3 The prudent sees danger and takes cover, but the simple keep going and pay the price. ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.
4 The reward for humility and the fear of our Father is riches and honor and life. વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે.
5 Thorns and snares lie in the path of the crooked; whoever guards his soul stays far from them. આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.
6 Train up a child in the way he should go, and even when he is old he will not depart from it. બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ.
7 The rich rules over the poor, and the borrower is slave to the lender. ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.
8 Whoever sows injustice will reap calamity, and the rod of his fury will fail. જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે.
9 Whoever has a generous eye will be blessed, for he shares his bread with the poor. ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.
10 Drive out the scoffer, and strife goes with him; quarreling and abuse will cease. ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે અને મારામારી તથા અપમાનનો અંત આવશે.
11 Whoever loves a pure heart and speaks graciously will have the king as his friend. જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેના બોલવાના પ્રભાવને લીધે રાજા તેનો મિત્ર થશે.
12 The eyes of our Father keep watch over knowledge, but he overturns the words of the traitor. યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.
13 The lazy person says, "There is a lion outside! I will be killed in the streets!" આળસુ કહે છે, "બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ."
14 The mouth of forbidden women is a deep pit; whoever draws our Father's anger will fall into it. પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.
15 Foolishness is bound up in the heart of a child, but the rod of discipline drives it far away. મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે.
16 Whoever oppresses the poor to enrich himself, or gives to the rich, will come only to poverty. પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે.
17 Listen carefully to the words of the wise, and apply your heart to my knowledge, જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ.
18 for it will be pleasant if you keep them within you, if all of them are ready on your lips. કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે.
19 So that your trust may be in our Father, I have made them known to you today, even to you. તારો ભરોસો યહોવાહ પર રહે, માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે.
20 Have I not written for you thirty sayings of counsel and knowledge, મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે,
21 to teach you what is right and true, so that you may give a true answer to those who sent you? સત્યનાં વચનો તું ચોક્કસ જાણે જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે?
22 Do not rob the poor because he is poor, or crush the afflicted at the gate, ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર,
23 for our Father will plead their cause and will rob of life those who rob them. કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.
24 Do not befriend a man given to anger, and do not go with a hot-tempered man, ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર અને તામસી માણસની સોબત ન કર.
25 or you will learn his ways and entangle yourself in a snare. જેથી તું તેના માર્ગો શીખે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે.
26 Do not be one of those who give pledges, who put up security for debts. વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ.
27 If you have nothing to pay with, why should your bed be taken from under you? જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય?
28 Do not move the ancient boundary stone that your fathers set up. તારા પિતૃઓએ જે અસલના સીમા પથ્થર નક્કી કર્યા છે તેને ન ખસેડ.
29 Do you see a man skillful in his work? He will stand before kings; he will not stand before ordinary men. પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]