Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Proverbs 21 guj

Show guj only
Verse × ×
1 The king's heart is a stream of water in our Father's hand; he turns it wherever he pleases. પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે.
2 Every way of a person seems right in their own eyes, but our Father weighs the heart. માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે.
3 To do what is right and just is more pleasing to our Father than sacrifice. ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યહોવાહને યજ્ઞ કરતાં પણ વધારે પસંદ છે.
4 Haughty eyes and a proud heart—the lamp of the wicked—are sin. અભિમાની આંખો તથા ગર્વિષ્ઠ હૃદય તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે.
5 The plans of the diligent lead surely to abundance, but all who are hasty end up in poverty. ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે.
6 Making a fortune by a lying tongue is a fleeting vapor, a deadly trap. જૂઠી જીભથી ઘન સંપાદન કરવું તે આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે, એવું કરનાર મોત માગે છે.
7 The violence of the wicked will drag them away, because they refuse to do what is just. દુષ્ટ લોકોનો અત્યાચાર તેઓને પોતાને જ ઘસડી જાય છે, કારણ કે, તેઓ ન્યાય કરવાની ના પાડે છે.
8 The way of the guilty is crooked, but the conduct of the pure is upright. અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે, પણ સંતોનાં કાર્યો સીધા હોય છે.
9 Better to live in a corner of the roof than in a shared house with a quarrelsome wife. કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે.
10 The soul of the wicked craves evil; their neighbor finds no mercy in their eyes. દુષ્ટ વ્યક્તિ ખોટું ઇચ્છે છે; તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી.
11 When a mocker is punished, the simple grow wise; when the wise are instructed, they gain knowledge. જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે.
12 Our Father, the Righteous One, observes the house of the wicked and brings the wicked to ruin. ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે, પણ ઈશ્વર દુષ્ટોને ઊથલાવી પાડીને પાયમાલ કરે છે.
13 Whoever shuts their ears to the cry of the poor will also cry out and not be answered. જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તેઓ જ્યારે પોતે પોકારશે, ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહિ.
14 A gift given in secret soothes anger, and a bribe slipped into the cloak calms strong wrath. છૂપી રીતે આપેલ ભેટથી ક્રોધ શમી જાય છે, છુપાવેલી લાંચથી ભારે રોષ શમી જાય છે.
15 When justice is done, it is a joy to the righteous but terror to those who do evil. નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે.
16 A person who strays from the way of understanding will rest in the assembly of the dead. સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ મરણ પામેલાઓની સભામાં આવી પડશે.
17 Whoever loves pleasure will become poor; whoever loves wine and oil will never grow rich. મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ.
18 The wicked become a ransom for the righteous, and the treacherous for the upright. નેકીવાનોનો બદલો દુષ્ટ લોકોને અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે.
19 Better to live in a desert land than with a quarrelsome and complaining wife. કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.
20 Precious treasure and oil are in the home of the wise, but a fool devours all he has. જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે.
21 Whoever pursues righteousness and faithful love will find life, righteousness, and honor. જે નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા સન્માન મળે છે.
22 A wise person scales the city of the mighty and brings down the stronghold they trust in. જ્ઞાની માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે.
23 Whoever guards their mouth and tongue keeps themselves out of trouble. જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે.
24 "Mocker" is the name of the proud and arrogant who acts with outrageous insolence. જે માણસ ઘમંડી છે; તેનું નામ "તિરસ્કાર" કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે.
25 The craving of a lazy person kills him, for his hands refuse to work. આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.
26 All day long the craving grows, but the righteous give and do not hold back. એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી.
27 The sacrifice of the wicked is detestable—how much more when brought with evil intent. દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, તે બદઇરાદાથી યજ્ઞ કરે, તો તે કેટલો બધો કંટાળારૂપ થાય.
28 A false witness will perish, but whoever listens will testify with lasting effect. જૂઠી સાક્ષી પૂરનાર નાશ પામશે, પરંતુ જે માણસ ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે.
29 The wicked put on a bold face, but the upright give thought to their ways. દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે, પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે.
30 There is no wisdom, no understanding, no counsel that can stand against our Father. કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.
31 The horse is made ready for the day of battle, but victory belongs to our Father. યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]