Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Proverbs 23 guj

Show guj only
Verse × ×
1 When you sit down to dine with a ruler, consider carefully what is before you, જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.
2 and put a knife to your throat if you are a person ruled by appetite. જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
3 Do not crave his delicacies, for they are deceptive food. સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.
4 Do not wear yourself out to get rich; have the wisdom to restrain yourself. ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે.
5 The moment you look at wealth, it is gone, for it suddenly sprouts wings and flies off toward the heavens like an eagle. જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
6 Do not eat the bread of a stingy man, and do not crave his delicacies, કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,
7 for he is the kind of man who keeps counting the cost. "Eat and drink!" he says to you, but his heart is not with you. કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, "ખાઓ અને પીઓ!" પણ તેનું મન તારા પ્રત્યે નથી.
8 You will vomit up the little you have eaten and will have wasted your pleasant words. જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
9 Do not speak in the hearing of a fool, for he will despise the wisdom of your words. મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.
10 Do not move an ancient boundary stone or encroach on the fields of the fatherless, પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
11 for their Redeemer is strong; our Father will take up their cause against you. કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
12 Apply your heart to instruction and your ears to words of knowledge. શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
13 Do not withhold discipline from a child; if you strike him with the rod, he will not die. બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
14 Strike him with the rod, and you will deliver his soul from the grave. જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.
15 My son, if your heart is wise, my own heart will be glad as well. મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
16 My inmost being will rejoice when your lips speak what is right. જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
17 Do not let your heart envy sinners, but continue in the fear of our Father all day long. તારા મનમાં પાપીની ઇર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.
18 Surely there is a future, and your hope will not be cut off. ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.
19 Hear, my son, and be wise, and keep your heart on the right road. મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
20 Do not be among those who get drunk on wine or those who gorge themselves on meat, દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.
21 for the drunkard and the glutton will come to poverty, and drowsiness will clothe them in rags. કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.
22 Listen to your father, who gave you life, and do not despise your mother when she is old. તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.
23 Buy truth and do not sell it; buy wisdom, instruction, and understanding. સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ.
24 The father of a righteous child will greatly rejoice; whoever fathers a wise son will delight in him. નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.
25 Let your father and mother be glad; let her who gave you birth rejoice. તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.
26 My son, give me your heart, and let your eyes delight in my ways. મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.
27 For a prostitute is a deep pit, and an adulterous woman is a narrow well. ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.
28 She lies in wait like a robber and leads many men into faithlessness. તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.
29 Who has misery? Who has sorrow? Who has strife? Who has complaints? Who has wounds for no reason? Who has bleary eyes? કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખોમાં રતાશ છે?
30 Those who linger long over wine, those who go to sample bowls of mixed wine. જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે.
31 Do not gaze at wine while it is red, while it sparkles in the cup and goes down smoothly. જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર.
32 In the end it bites like a serpent and stings like a viper. આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.
33 Your eyes will see strange things, and your heart will utter twisted things. તારી આંખો વિચિત્ર વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.
34 You will be like one lying down in the heart of the sea, like one lying on the top of a ship's mast. હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
35 "They struck me, but I felt no pain; they beat me, but I did not know it. When will I wake up? I will look for another drink." તું કહેશે કે, "તેઓએ મારા પર પ્રહાર કર્યો!" "પણ મને વાગ્યું નહિ. તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે."
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]