Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Proverbs 22 guj

Side by side with the Father's Heart Bible™

1સારું નામ એ પુષ્કળ ધન કરતાંઅને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.

2દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છેકે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે.

3ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે,પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.

4વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવનએ યહોવાહના ભયનાં ફળ છે.

5આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે;જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.

6બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપઅને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ.

7ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છેઅને દેણદાર લેણદારનો ગુલામ છે.

8જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશેઅને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે.

9ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશેકારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

10ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશેઅને મારામારી તથા અપમાનનો અંત આવશે.

11જે હૃદયની શુદ્ધતા ચાહે છેતેના બોલવાના પ્રભાવને લીધેરાજા તેનો મિત્ર થશે.

12યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે,પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.

13આળસુ કહે છે, "બહાર તો સિંહ છે!હું રસ્તામાં માર્યો જઈશ."

14પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે;જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.

15મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે,પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે.

16પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છેઅથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે.

17જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળઅને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ.

18કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખેઅને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે.

19તારો ભરોસો યહોવાહ પર રહે,માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે.

20મેં તારા માટે સુબોધ અને ડહાપણનીત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે,

21સત્યનાં વચનો તું ચોક્કસ જાણેજેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે?

22ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે,તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર,

23કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશેઅને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.

24ક્રોધી માણસ સાથે મિત્રતા ન કરઅને તામસી માણસની સોબત ન કર.

25જેથી તું તેના માર્ગો શીખેઅને તારા આત્માને ફાંદામાં લાવી નાખે.

26વચન આપનારાઓમાંનો જામીનઅને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ.

27જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોયતો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય?

28તારા પિતૃઓએ જે અસલના સીમા પથ્થર નક્કી કર્યા છેતેને ન ખસેડ.

29પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે;તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]