Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Titus 2 OGCB

Side by side with the Father's Heart Bible™

સુસમાચાર માટે સારું કરવું

1પરંતુ, જે સાચું શિક્ષણ છે તે જતું શીખવજે. 2વૃધ્ધ પુરુષને શાંત, ઠરેલ, માનપાત્ર, સંયમી, વિશ્વાસ, પ્રેમ અને ધીરજમાં દ્રઢ રહેવાનું શીખવ.

3એ જ રીતે, વૃધ્ધ સ્ત્રીઓને શીખવ કે તેઓ જે રીતે જીવે છે તેમાં આદરણીય રહે, નિંદા ન કરે, ઘણો દ્રાક્ષારસ ન પીવે, પણ જે સારું છે તેનું શિક્ષણ આપે. 4પછી તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે. 5તેઓ સંયમી અને શુધ્ધ મનવાળી બને, ઘરમાં કામકાજ કરનારી, તથા માયાળુ અને પતિઓને આધીન રહે. જેથી કોઈ ઇશ્વરના વચનની નિંદા ન કરે.

6એ જ રીતે, જુવાનોને સંયમી રહેવા પ્રોત્સાહિત કરો. 7દરેક બાબતમાં સારી કરણીઓ કરીને તેમને નમૂનારૂપ થા. તારા શિક્ષણમાં પ્રામાણિકતા, ગંભીરતા 8અને શુધ્ધ વાણી કે જેને કોઈ દોષિત ન ઠરાવે, જેથી જેઓ તમારો વિરોધ કરે છે તેઓને આપણા વિષે કંઈ ભૂંડુ બોલવાનું કારણ ન મળવાથી તેઓ શરમાઈ જાય.

9ગુલામોને શીખવ કે તેઓ દરેક બાબતોમાં પોતાના માલિકોને આધીન રહે, અને તેઓને સંતોષ આપે. તેઓ સામું ન બોલે. 10અને તેઓની પાસેથી ચોરી ન કરે, પરંતુ સંપૂર્ણ વિશ્વાસુપાત્ર હોય તેવું બતાવે, જેથી તેઓ દરેક રીતે આપણા તારનાર ઈશ્વરના સુબોધને દીપાવે.

11કારણ કે ઈશ્વરની કૃપા સર્વ લોકોનું તારણ કરે છે તે પ્રગટ થઇ છે. 12તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધમઁ તથા વિષય વાસનાથી દૂર જઈને હાલનાં જમાનામાં સંયમી, ન્યાયી અને ભકિતભાવ રાખીને વતઁવું; 13જયારે આપણે ધન્ય આશાની, એટલે કે આપણા મહાન ઈશ્વર અને આપણા તારનાર, ઈસુ મસીહના મહિમાનાં પ્રગટ થવાની રાહ જોઈએ. 14આપણા પાપ માટે તેમણે પોતાનું સ્વાપઁણ કયુઁ, જેથી સવઁ અન્યાયથી તે આપણો ઉધ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા પોતાના લોક બનાવે.

15આ બધી બાબતો તું શીખવ, ઉત્તેજન આપ અને પૂરાં અધિકારપૂર્વક ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]