Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Titus 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1પાઉલ, ઈશ્વરનો સેવક અને ઈસુ મસીહનો પ્રેષિત ઈશ્વરના પસંદ કરાયેલાઓને વિશ્વાસમાં અને ભક્તિભાવ તરફ દોરી જતા સત્યનાં જ્ઞાનમાં— 2અને અનંતકાલિક જીવનની આશામાં, જેનું વચન ઈશ્વરે, જે કદી જૂઠું બોલતા નથી, તેમણે જગતના આરંભ પહેલાં આપ્યું હતું, 3હવે ઈશ્વરે પોતાના યોગ્ય સમયે સુસમાચાર દ્રારા આપણા તારનાર ઈશ્વરની આજ્ઞાથી એ પ્રગટ કરવાનું મને સોંપવામાં આવ્યું છે,

4સામાન્ય વિશ્વાસમાં મારા સાચા દીકરા તિતસ: ઈશ્વર પિતા તરફથી આપણા તારનાર મસીહ ઈસુ તરફથી તને કૃપા અને શાંતિ થાઓ.

સારી બાબતોને પ્રેમ કરનાર વડીલોની નિમણૂક

5મેં તને ક્રીતમાં એટલા માટે રાખ્યો કે જે કામો અધૂરા છે તે તું વ્યવસ્થિત કરે અને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે દરેક શહેરમાં વડીલોની નિમણૂક કરે. 6વડીલ નિદોઁષ હોય, તેની સ્ત્રીને વિશ્વાસુ હોય, જેના બાળકો વિશ્વાસુ હોય અને જેના પર અનાદર કે આજ્ઞાનું ઉલ્લંધન કરવાનો આરોપ ન હોય. 7આગેવાન ઇશ્વરના ઘરનો કારભારી છે, તે નિદોઁષ હોવો જોઈએ, તે સ્વછંદી, ક્રોધી, દારૂડિયો, ઝઘડાખોર કે નીચ લાભનો દ્રવ્યલોભી હોવો ન જોઈએ. 8તેના બદલે, તે મહેમાનગતી કરનાર, જે સારું છે તેના પર પ્રીતિ કરનાર, સંયમી, ન્યાયી, પવિત્ર અને શિસ્તબધ્ધ હોવો જોઈએ. 9તે વિશ્વાસયોગ્ય ઉપદેશને દ્રઢતાથી વળગી રહેનાર હોવો જોઈએ, જેથી તે બીજાઓને શુધ્ધ સિધ્ધાંત દ્રારા ઉતેજન આપી શકે અને તેનો વિરોધ કરનારાઓને ઠપકો આપી શકે.

સારું ન કરનારાઓને ઠપકો આપવો

10કારણ કે ઘણાં બંડખોર લોકો છે, જેઓ બકવાસ કરનારાં અને ઠગનારા છે, ખાસ કરીને સુન્નતીઓમાનાં 11તેઓના મોં બંધ કરવાં જોઈએ, કારણ કે તેઓ જે ઘટિત નથી તે શીખવીને ઘણાં કુટુંબોને ઊંધાં વાળે છે, અને તે પણ અપ્રમાણીક લાભ માટે. 12ક્રીતીઓ માંના એક પ્રબોધકે કહ્યું છે કે: “ક્રીતવાસીઓ જૂઠા છે. તેઓ જંગલી પશુ જેવા ઘાતકી, આળસુ અને પેટભરા છે.” 13આ વાત સાચી છે, માટે તેઓને સખત ઠપકો આપ, જેથી તેઓ વિશ્વાસમાં દ્રઢ બને. 14અને તેઓ યહૂદી દંતકથાઓ પર અને સત્યનો અસ્વીકાર કરનારાઓનાં માનવીય આદેશ પર ધ્યાન ન આપે. 15જેઓ શુધ્ધ છે તેઓને સર્વ શુધ્ધ છે, પણ જેઓ ભ્રષ્ટ અને અવિશ્વાસીઓ છે, તેઓને માટે કંઈ પણ શુધ્ધ નથી. પણ હકિકતમાં તો તેઓના મન તથા અંતઃકરણ બંન્ને ભ્રષ્ટ થયેલા છે. 16આવાં લોકો ઈશ્વરને ઓળખતાં હોવાનો દાવો કરે છે, પરંતુ તેઓની કરણીઓથી તેઓ નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, અનઆજ્ઞાંકિત તથા કોઈ પણ સારાં કાર્ય કરવાને માટે નકામાં છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]