Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Titus 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Paul, servant of our Father and apostle of Jesus Christ, for the faith of our Father's chosen ones and knowledge of truth leading to devotion to God, પાઉલ, ઈશ્વરનો સેવક અને ઈસુ મસીહનો પ્રેષિત ઈશ્વરના પસંદ કરાયેલાઓને વિશ્વાસમાં અને ભક્તિભાવ તરફ દોરી જતા સત્યનાં જ્ઞાનમાં—
2 in the hope of eternal life, which our Father, who never lies, promised before the ages began, અને અનંતકાલિક જીવનની આશામાં, જેનું વચન ઈશ્વરે, જે કદી જૂઠું બોલતા નથી, તેમણે જગતના આરંભ પહેલાં આપ્યું હતું,
3 and at his own time he revealed his word through the message entrusted to me by command of our Father, our Savior. હવે ઈશ્વરે પોતાના યોગ્ય સમયે સુસમાચાર દ્રારા આપણા તારનાર ઈશ્વરની આજ્ઞાથી એ પ્રગટ કરવાનું મને સોંપવામાં આવ્યું છે,
4 To Titus, my true child in shared faith: grace and peace from our Father and Christ Jesus our Savior. સામાન્ય વિશ્વાસમાં મારા સાચા દીકરા તિતસ: ઈશ્વર પિતા તરફથી આપણા તારનાર મસીહ ઈસુ તરફથી તને કૃપા અને શાંતિ થાઓ.
5 I left you in Crete for this reason: to finish what remained and appoint elders in every town, as I instructed you. મેં તને ક્રીતમાં એટલા માટે રાખ્યો કે જે કામો અધૂરા છે તે તું વ્યવસ્થિત કરે અને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે દરેક શહેરમાં વડીલોની નિમણૂક કરે.
6 An elder must be blameless, husband of one wife, with faithful children not accused of wild living or rebellion. વડીલ નિદોઁષ હોય, તેની સ્ત્રીને વિશ્વાસુ હોય, જેના બાળકો વિશ્વાસુ હોય અને જેના પર અનાદર કે આજ્ઞાનું ઉલ્લંધન કરવાનો આરોપ ન હોય.
7 For an overseer, as our Father's steward, must be blameless—not arrogant, not quick-tempered, not a drunkard, not violent, not greedy for dishonest gain, આગેવાન ઇશ્વરના ઘરનો કારભારી છે, તે નિદોઁષ હોવો જોઈએ, તે સ્વછંદી, ક્રોધી, દારૂડિયો, ઝઘડાખોર કે નીચ લાભનો દ્રવ્યલોભી હોવો ન જોઈએ.
8 but hospitable, a lover of what is good, self-controlled, upright, holy, and disciplined. તેના બદલે, તે મહેમાનગતી કરનાર, જે સારું છે તેના પર પ્રીતિ કરનાર, સંયમી, ન્યાયી, પવિત્ર અને શિસ્તબધ્ધ હોવો જોઈએ.
9 He must hold firmly to the trustworthy message as taught, so he can encourage with sound teaching and refute those who oppose it. તે વિશ્વાસયોગ્ય ઉપદેશને દ્રઢતાથી વળગી રહેનાર હોવો જોઈએ, જેથી તે બીજાઓને શુધ્ધ સિધ્ધાંત દ્રારા ઉતેજન આપી શકે અને તેનો વિરોધ કરનારાઓને ઠપકો આપી શકે.
10 For many are rebellious, talking nonsense and misleading others—especially the circumcision group. કારણ કે ઘણાં બંડખોર લોકો છે, જેઓ બકવાસ કરનારાં અને ઠગનારા છે, ખાસ કરીને સુન્નતીઓમાનાં
11 They must be silenced, because they wreck whole households, teaching what they shouldn't, for shameful profit. તેઓના મોં બંધ કરવાં જોઈએ, કારણ કે તેઓ જે ઘટિત નથી તે શીખવીને ઘણાં કુટુંબોને ઊંધાં વાળે છે, અને તે પણ અપ્રમાણીક લાભ માટે.
12 One of their own prophets said it: "Cretans are always liars, evil beasts, lazy gluttons." ક્રીતીઓ માંના એક પ્રબોધકે કહ્યું છે કે: “ક્રીતવાસીઓ જૂઠા છે. તેઓ જંગલી પશુ જેવા ઘાતકી, આળસુ અને પેટભરા છે.”
13 This testimony is true. Therefore rebuke them sharply, so that they will be sound in the faith, આ વાત સાચી છે, માટે તેઓને સખત ઠપકો આપ, જેથી તેઓ વિશ્વાસમાં દ્રઢ બને.
14 and ignore Jewish myths and rules from those who reject the truth. અને તેઓ યહૂદી દંતકથાઓ પર અને સત્યનો અસ્વીકાર કરનારાઓનાં માનવીય આદેશ પર ધ્યાન ન આપે.
15 Everything is pure to the pure; but for the corrupted and unbelieving, nothing is pure—both mind and conscience made unclean. જેઓ શુધ્ધ છે તેઓને સર્વ શુધ્ધ છે, પણ જેઓ ભ્રષ્ટ અને અવિશ્વાસીઓ છે, તેઓને માટે કંઈ પણ શુધ્ધ નથી. પણ હકિકતમાં તો તેઓના મન તથા અંતઃકરણ બંન્ને ભ્રષ્ટ થયેલા છે.
16 They claim to know our Father, but deny him by their actions—detestable, disobedient, unfit for any good work. આવાં લોકો ઈશ્વરને ઓળખતાં હોવાનો દાવો કરે છે, પરંતુ તેઓની કરણીઓથી તેઓ નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, અનઆજ્ઞાંકિત તથા કોઈ પણ સારાં કાર્ય કરવાને માટે નકામાં છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]