Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Timothy 4 OGCB

Show OGCB only
Verse × ×
1 I solemnly charge you before our Father and Christ Jesus, who will judge the living and the dead, by his appearing and his kingdom: માટે ઈશ્વરની સમક્ષ તથા મસીહ ઈસુ કે જે તેમનું રાજ્ય સ્થાપવાં ફરી પાછા આવશે અને જીવતાંઓનો તથા મૂએલાંનો ન્યાય કરશે તેમની સમક્ષ હું તને ગંભીરતાપૂર્વક કહું છું કે:
2 Preach the word; stand ready in season and out; correct, rebuke, and encourage, with complete patience and teaching. તું અનુકૂળ કે પ્રતિકૂળ સમયોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર; ઠપકો આપ અને પ્રોત્સાહન આપ, કાળજીથી અને ધીરજથી ઈશ્વરનાં વચન શીખવ્યાં કર,
3 For a time will come when they won't tolerate sound teaching, but will pile up teachers to fit their own desires, since their ears itch, કારણ કે એવો સમય આવશે જયારે લોકો સાચાં ઉપદેશને સાંભળશે નહિ, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતાં ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે;
4 and will turn their ears away from the truth and wander off into myths. તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે.
5 But you: stay clear-headed in everything, endure hardship, do an evangelist's work, fulfill your service. પણ તુ સવઁ બાબતોમાં સાવધ રહેજે, દુઃખ સહન કર, સુસમાચારનું કામ કર, તારું સેવા કાયઁ પૂણઁ કર.
6 For I am already being poured out like a drink offering; my time to depart has come. કેમકે હું પેયાપઁણ તરીકે રેડાઉં છું, અને મારો સમય પૂરો થવા આવ્યો છે.
7 I have fought the good fight, I have finished the race, I have kept the faith. હું સારી લડાઈ લડયો છું, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે.
8 Now a crown of righteousness awaits me, which the Lord, the righteous judge, will give me on that day—not only to me but to all who have loved his appearing. સ્વર્ગમાં મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે, પ્રભુ જે અદલ ન્યાયાધીશ છે તે, તે દિવસે તે મુગટ મને આપશે, મને એકલાંને જ નહિ પરંતુ જેઓ તેમના આગમનની આતુરતાથી રાહ જુએ છે તે સર્વને પણ આપશે.
9 Do your best to come to me soon. તું જેમ બને તેમ વહેલો મારી પાસે આવ.
10 Demas loved this present world, abandoned me, went to Thessalonica. Crescens went to Galatia, Titus to Dalmatia. કારણ કે દેમાસ હાલનાં જગત પર પ્રેમ રાખી મને છોડી ને તે થેસ્સાલોનિકા જતો રહ્યો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્મતિયા ગયો છે.
11 Only Luke is with me. Pick up Mark and bring him with you—he's useful to me for service. અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે કારણ કે તે મને સેવામાં મદદરૂપ છે.
12 I have sent Tychicus to Ephesus. મેં તુર્ખીકસને એફેસસ મોકલ્યો છે.
13 When you come, bring the coat I left with Carpus at Troas, and the scrolls, especially the parchments. તું આવે ત્યારે ત્રોઆસમાં કાર્પસને ત્યાં જે ઝભ્ભો મેં મૂકયો છે તે, તથા પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રો લેતો આવજે.
14 Alexander the coppersmith did me great harm; the Lord will repay him according to his deeds. એલેકઝાંડર કંસારાએ મને ઘણું નુકશાન પહોંચાડ્યું છે, પ્રભુ તેને બદલો આપશે.
15 Watch out for him yourself, for he strongly opposed our message. અમારા સંદેશાનો તેણે ઘણો વિરોધ કર્યા છે માટે તું તેનાથી સાવધ રહેજે.
16 No one stood with me at my first defense—all abandoned me. May it not be charged against them. મારાં પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઇ રહ્યું ન હતું, પણ બધા જ મને મુકીને ચાલ્યા ગયાં હતા. તે માટે પ્રભુ તેઓને દોષિત ન ગણે.
17 But the Lord stood with me and strengthened me, so through me the message would be fully proclaimed and all nations would hear it. I was rescued from the lion's mouth. પરંતુ પ્રભુ મારી પડખે રહ્યા અને મને સામથ્યઁ આપ્યું, જેથી મારા દ્રારા સંપૂણઁ સંદેશો સાંભળવામાં આવે અને સઘળા વિદેશીઓ તે સાંભળે. અને સિંહના મુખમાંથી મને બચાવી લેવામાં આવ્યો.
18 The Lord will rescue me from every evil deed and carry me safely into his heavenly kingdom. Glory to him forever and ever. Amen. પ્રભુ મને સર્વ અનિષ્ટોથી બચાવીને તેમના સ્વર્ગીય રાજ્યમાં લાવશે. તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.
19 Greet Prisca and Aquila, and the household of Onesiphorus. પ્રિસ્કા અને અકુલાને તથા ઓનેસિફરસના કુટુંબીજનોને મારી સલામ.
20 Erastus stayed at Corinth, and I left Trophimus, who was ill, at Miletus. એરાસ્તસ કરિંથમાં રહી ગયો અને ત્રોફીમસ બિમાર પડી જવાથી મેં તેને મિલેતસમાં રહેવા દીધો.
21 Try hard to come before winter. Eubulus, Pudens, Linus, Claudia, and all the brothers and sisters greet you. શિયાળા પહેલાં અહીં આવવાં પ્રયત્ન કરજે. યુબુલસ, પુન્દેસ, લીનસ, કલોદિયા તથા અન્ય ભાઈઓ તને કુશળતા પાઠવે છે.
22 The Lord be with your spirit. Grace be with you all. પ્રભુ તારા આત્માની સાથે હો. તમ સવઁ પર કૃપા થાઓ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]