Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Timothy 4 OGCB

Side by side with the Father's Heart Bible™

1માટે ઈશ્વરની સમક્ષ તથા મસીહ ઈસુ કે જે તેમનું રાજ્ય સ્થાપવાં ફરી પાછા આવશે અને જીવતાંઓનો તથા મૂએલાંનો ન્યાય કરશે તેમની સમક્ષ હું તને ગંભીરતાપૂર્વક કહું છું કે: 2તું અનુકૂળ કે પ્રતિકૂળ સમયોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર; ઠપકો આપ અને પ્રોત્સાહન આપ, કાળજીથી અને ધીરજથી ઈશ્વરનાં વચન શીખવ્યાં કર, 3કારણ કે એવો સમય આવશે જયારે લોકો સાચાં ઉપદેશને સાંભળશે નહિ, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતાં ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે; 4તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે. 5પણ તુ સવઁ બાબતોમાં સાવધ રહેજે, દુઃખ સહન કર, સુસમાચારનું કામ કર, તારું સેવા કાયઁ પૂણઁ કર.

6કેમકે હું પેયાપઁણ તરીકે રેડાઉં છું, અને મારો સમય પૂરો થવા આવ્યો છે. 7હું સારી લડાઈ લડયો છું, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે. 8સ્વર્ગમાં મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે, પ્રભુ જે અદલ ન્યાયાધીશ છે તે, તે દિવસે તે મુગટ મને આપશે, મને એકલાંને જ નહિ પરંતુ જેઓ તેમના આગમનની આતુરતાથી રાહ જુએ છે તે સર્વને પણ આપશે.

વ્યકિતગત નોંધ

9તું જેમ બને તેમ વહેલો મારી પાસે આવ. 10કારણ કે દેમાસ હાલનાં જગત પર પ્રેમ રાખી મને છોડી ને તે થેસ્સાલોનિકા જતો રહ્યો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્મતિયા ગયો છે. 11અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે કારણ કે તે મને સેવામાં મદદરૂપ છે. 12મેં તુર્ખીકસને એફેસસ મોકલ્યો છે. 13તું આવે ત્યારે ત્રોઆસમાં કાર્પસને ત્યાં જે ઝભ્ભો મેં મૂકયો છે તે, તથા પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રો લેતો આવજે.

14એલેકઝાંડર કંસારાએ મને ઘણું નુકશાન પહોંચાડ્યું છે, પ્રભુ તેને બદલો આપશે. 15અમારા સંદેશાનો તેણે ઘણો વિરોધ કર્યા છે માટે તું તેનાથી સાવધ રહેજે.

16મારાં પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઇ રહ્યું ન હતું, પણ બધા જ મને મુકીને ચાલ્યા ગયાં હતા. તે માટે પ્રભુ તેઓને દોષિત ન ગણે. 17પરંતુ પ્રભુ મારી પડખે રહ્યા અને મને સામથ્યઁ આપ્યું, જેથી મારા દ્રારા સંપૂણઁ સંદેશો સાંભળવામાં આવે અને સઘળા વિદેશીઓ તે સાંભળે. અને સિંહના મુખમાંથી મને બચાવી લેવામાં આવ્યો. 18પ્રભુ મને સર્વ અનિષ્ટોથી બચાવીને તેમના સ્વર્ગીય રાજ્યમાં લાવશે. તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

આખરી સલામ

19પ્રિસ્કા અને અકુલાને તથા ઓનેસિફરસના કુટુંબીજનોને મારી સલામ.

20એરાસ્તસ કરિંથમાં રહી ગયો અને ત્રોફીમસ બિમાર પડી જવાથી મેં તેને મિલેતસમાં રહેવા દીધો. 21શિયાળા પહેલાં અહીં આવવાં પ્રયત્ન કરજે. યુબુલસ, પુન્દેસ, લીનસ, કલોદિયા તથા અન્ય ભાઈઓ તને કુશળતા પાઠવે છે.

22પ્રભુ તારા આત્માની સાથે હો. તમ સવઁ પર કૃપા થાઓ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]