Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Timothy 3 OGCB

Side by side with the Father's Heart Bible™

1પણ આ વાત ધ્યાનમાં રાખ તિમોથી, છેલ્લા દિવસો ભયંકર સમય આવશે. 2કેમકે માણસો સ્વાથીઁ, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગવિઁષ્ઠ, નિંદા કરનારા, માબાપનું સન્માન નહિ કરનારા, કૃતધ્ની, અધમીઁ, 3પ્રેમ વગરનાં, માફ નહિ કરનારા, અનીતિમાન, કઠોર, ક્રૂર, નિદઁય, સંયમ ન કરનારા, શુભ દ્રેષી, 4કપટી, ઉતાવળા, ઘમંડી, ઈશ્વર પર પ્રેમ રાખવા કરતા મોજશોખ પર પ્રેમ વધુ રાખનારાં, 5ભકિતભાવનો ડોળ ધારણ કરીને તેના સામથ્યઁનો સ્વીકાર કરતા નથી, આવા લોકો સાથે કોઈ સંબંધ રાખવો નહિ.

6તેઓ એવા લોકો છે કે જેઓ પારકાનાં ઘરમાં પેસી જઈને મૂર્ખ, કે જેઓ પાપથી દબાયેલી સ્ત્રીઓ, દરેક પ્રકારના દુષ્ટ ઇચ્છાઓથી વહી ગયેલી હોય છે, 7એવી સ્ત્રીઓ શિક્ષણ લેનારી, પરંતુ સત્યનું જ્ઞાન કદી સમજતી નથી. 8જેમ જાન્નેસ તથા જામ્બ્રેસ મોશેનો વિરોધ કયોઁ, એ જ રીતે આ શિક્ષકો પણ સત્યનો વિરોધ કરે છે. તેઓનાં મન ભ્રષ્ટ, કે જેઓ વિશ્વાસથી પતિત થયેલા માણસો છે. 9પણ તેઓ લાંબુ ચાલતાં નથી; કેમકે તેઓની માફક તેઓનું કપટ એક દિવસે સર્વની આગળ પ્રગટ થશે.

તિમોથીને છેલ્લી શિખામણ

10પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, મારાંં દુઃખો, પ્રેમ અને મારી ધીરજ તું જાણે છે. 11મને જે સતાવણી થઇ તથા દુઃખો પડયાં, અને અંત્યોખ, ઈકોનિયમ તથા લુસ્ત્રામાં મારી જે સતાવણી થઈ તે બધામાં તું મારી સાથે ચાલ્યો; પણ આ સઘળાં દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો છે. 12જેઓ મસીહ ઈસુમાં ભકિતભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ. 13દુષ્ટ માણસો અને ધુતારા વધુને વધુ દુષ્ટ બનતાં જશે, છેતરીને ઘણાંઓને તેઓ છેતરશે. 14પરંતુ જે બાબતો તું શીખ્યો છું અને જેની પર તેં વિશ્વાસ રાખ્યો છે તે તું પાળતો રહેજે. કેમકે તું કોની પાસે શીખ્યો એ તું જાણે છે. 15તું બાળક હતો ત્યારથી તું પવિત્રશાસ્ત્ર જાણે છે, મસીહ ઈસુ પરના વિશ્વાસ દ્રારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. 16દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે; 17જેથી ઇશ્વરનો સેવક સંપૂણઁ તથા સવઁ સારાં કામ કરવાને સારું તૈયાર થાય.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]