Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Titus 3 OGCB

Side by side with the Father's Heart Bible™

સારું કરવા માટે થયેલો ઉધ્ધાર

1લોકોને યાદ કરાવ કે તેઓ રાજસત્તા અને અધિકારીઓને આધીન રહે, આજ્ઞાપાલન કરે, અને જે કંઈ સારું છે તે કરવા તત્પર રહેવું. 2તેમણે કોઈની નિંદા ન કરવી, કે ઝગડા કરવા નહિ, પણ નમ્રતાથી અને વિનયથી સર્વની સાથે વર્તવું.

3આપણે પણ એક સમયે મૂર્ખ, અનઆજ્ઞાંકિત, ગેરમાર્ગે દોરાયેલા અને દરેક પ્રકારની વાસના તથા કુઈચ્છાઓના ગુલામ હતા. આપણે દુષ્ટતા અને અદેખાઈથી જીવતાં હતાં, એકબીજાને ધિક્કારતા અને તિરસ્કાર કરતા હતા. 4પરંતુ જયારે આપણા તારનારની દયા અને તેમનો પ્રેમ પ્રગટ થયાં, 5ત્યારે આપણા પોતાના કરેલાં ન્યાયીપણાના કૃત્યોને લીધે નહિ, પણ તેમની દયાથી, પુનજઁન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણો ઉધ્ધાર કર્યો. 6તેણે તેમને આપણા તારનાર પ્રભુ ઈસુ મસીહની મારફતે આપણા પર ભરપૂરપણે રેડી દીધો. 7જેથી, તે આપણને તેમની કૃપાથી ન્યાયી જાહેર કરે, અને જે અનંતજીવન પ્રાપ્ત કરવાની આશા આપણે રાખીએ છીએ તેનાં આપણે વારસ બનીએ. 8આ વાત વિશ્વાસયોગ્ય છે; જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારી કરણીઓ કરવાને માટે પોતાને સમપિઁત કરે, આ બાબતો સારી અને બધાં માટે હિતકારક છે.

9પરંતુ અર્થહીન વાદવિવાદો, વંશાવળીઓ, દલીલો, અને નિયમશાસ્ત્ર વિશેનાં ઝઘડાઓથી દૂર રહો; કારણ કે એવી વાતો નકામી અને નુકશાનકારક છે. 10એક વાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાખંડી માણસને દૂર કર. 11એમ જાણવું કે એવી વ્યકિત વિકૃત અને પાપી છે. અને પોતે દોષિત છે એમ જાણ્યાં છતાં પાપ કરે છે.

અંતિમ સૂચનો

12હું આતિઁમાસ કે તુર્ખીકસને તારી પાસે મોકલીશ ત્યારે તું મારી પાસે નિકોપોલિસ આવવાં પ્રયત્ન કરજે, કારણ કે મેં ત્યાં શિયાળો ગાળવાનું નક્કી કર્યું છે. 13ઝેનાસ શાસ્ત્રી અને અપોલસને તેઓની મુસાફરીમાં શકય તમામ મદદ કરજે અને જરૂરી દરેક વસ્તુ તેઓને મળે તેનું ધ્યાન રાખજે.

14વળી આપણા લોકોએ સારાં કામ કરવામાં પોતાને સમપિઁત કરવાનું શીખવું જોઈએ, જેથી તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરી શકાય અને તેઓનાં જીવન ફળવંત બને.

15મારી સાથેના બધાં જ તમને શુભેચ્છા પાઠવે છે. વિશ્વાસમાં આપણને પ્રેમ કરનારાઓને શુભેચ્છા. તમો સર્વ પર કૃપા હો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]