Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

James 2 OGCB

Side by side with the Father's Heart Bible™

ભેદભાવ ન રાખો

1મારા ભાઈઓ અને બહેનો, તમે ભેદભાવ વગર આપણા મહિમાવંત પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ રાખો. 2જો સોનાની વીંટી અને સુંદર કિમતી વસ્ત્રો પહેરેલો કોઈ માણસ તમારી સભામાં આવે અને ફાટેલાં કપડાં પહેરેલો ગરીબ માણસ પણ આવે, 3અને તમે કિમતી વસ્ત્ર પહેરેલાં માણસને ઘણું માન આપીને કહો કે “તમે ઉત્તમ સ્થાને બેસો,” પરંતુ પેલા ગરીબને કહો છો કે “ત્યાં ઉભો રહે” અથવા “અહીં મારા પગ પાસે જમીન પર બેસ” 4તો તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી?

5મારા પ્રિય ભાઈઓને બહેનો સાંભળો: વિશ્વાસમાં ધનવાન થવા સારું, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવાં સારું, ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કયાઁ? 6પણ તમે જો ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારાં પર જુલમ કરતાં નથી? અને તમને કોર્ટમાં ઘસડી લઇ જતાં નથી? 7વળી તમે જેનું ઉત્તમ નામ ધારણ કર્યું છે તેની નિંદા કરનારા શું તેઓ નથી?

8તોપણ પવિત્રલેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે “જેવો પોતા પર તેવો જ તારા પડોશી પર પ્રેમ રાખ.” જો તમે એ આજ્ઞા પાળો છો તો તમે ઘણું સારું કરો છો. 9પણ જો તમે પક્ષપાત કરો છો તો તમે આપણા પ્રભુની એ આજ્ઞાનો ભંગ કરો છો, અને એ તો પાપ છે. 10કેમકે જો કોઇ આખું નિયમશાસ્ત્ર પાળે અને માત્ર એક નાનકડી બાબતમાં ભૂલ કરે તો તે બધા જ નિયમોનો ભંગ કરનાર ઠરે છે. 11કારણ કે જેણે કહ્યું કે: “તું વ્યભિચાર ન કર,” તેમણે એ પણ કહ્યું કે, “તું ખૂન ન કર.” માટે તમે વ્યભિચાર નથી કરતા પણ જો ખૂન કરો છો તો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર થયા છો.

12સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વતોઁ. 13કારણ કે જેણે દયા નથી રાખી તેનો ન્યાય પણ દયા વગર થશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.

વિશ્વાસ અને કાયોઁ

14ભાઈઓ અને બહેનો, જો કોઇ કહે કે મને વિશ્વાસ છે પણ જો કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે ખરો? 15તમારાં કોઈ ભાઈ કે બહેન ખોરાક અને કપડાં વગરનાં હોય, 16અને તમારામાંનો એક કહે કે, “શાંતિએ જા, ખાઈ પીને તૃપ્ત થા!” તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય? 17એ જ પ્રમાણે, વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિજીઁવ છે.

18કોઈ કહેશે કે, “તને વિશ્વાસ છે, અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ,” અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તમે દેખાડીશ

19ઈશ્વર એક જ છે એવો વિશ્વાસ કરવો, તે સારું છે! અશુધ્ધ આત્માઓ પણ એવો વિશ્વાસ કરે છે, અને કાંપે છે.

20ઓ મૂર્ખ માણસ! કરણીઓ વગર વિશ્વાસ નિજીઁવ છે, એ જાણવાની તું ઇચ્છા રાખે છે? 21આપણા પૂર્વજ અબ્રાહમે વેદી પર પોતાના પુત્ર ઇસહાકનું બલિદાન અર્પણ કયુઁ, તેમ કરીને કરણીઓથી તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો નહિ? 22તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો, અને કરણીઓથી વિશ્વાસને સંપૂણઁ કરવામાં આવ્યો; 23તેથી શાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે, “અબ્રાહમે ઈશ્વર પર વિશ્વાસ કયોઁ અને માટે તેને ન્યાયીપણાં તરીકે ગણવામાં આવ્યો,” અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો. 24આમ માણસને તેના માત્ર વિશ્વાસથી જ નહિ પણ કરણીઓથી ન્યાયી જાહેર કરવામાં આવ્યો.

25એ જ પ્રમાણે, રાહાબ વેશ્યાએ જાસૂસોને આશ્રય આપીને તેણે તેઓને બીજે માર્ગેથી સહીસલામત બહાર મોકલી દીધા. આમ તેને પણ તેનાં કાર્યથી ન્યાયી ઠરાવવામાં આવી. 26જેમ આત્મા વગર શરીર નિર્જીવ છે, તેમ કાર્ય વગરનો વિશ્વાસ પણ નિર્જીવ છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]