Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

James 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1સર્વ સ્થળે વિખેરાઈ ગયેલાં બારે કુળને, ઈશ્વરના અને પ્રભુ ઈસુ મસીહના સેવક યાકોબ તરફથી: શુભેચ્છા.

કસોટી અને પરીક્ષણો

2મારા ભાઈઓ અને બહેનો, જયારે તમને તરેહ તરેહના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં આનંદ કરો. 3કારણ કે, તમે જાણો છો કે તમારા પરીક્ષણોમાં પાર ઊતયાઁથી ધીરજ ઉત્પન્ન થાય છે. 4ધીરજને એનું કામ કરવા દો, જેથી પરિપકવ અને સંપૂણઁ થાઓ, કશામાં અપૂણઁ રહો નહિ, 5જો કોઇ જ્ઞાનમાં અપૂણઁ છે તો તમે ઈશ્વરની પાસે માંગો, કેમકે તે સર્વને તે ઉદારતાથી જ્ઞાન આપે છે અને ઠપકો આપતાં નથી. 6પરંતુ જયારે તમે માંગો, ત્યારે વિશ્વાસ રાખો અને શંકા ન રાખો, કારણ કે જે શંકા રાખે છે તે પવનથી ઉછળતાં અને અફળાતા દરિયાનાં મોજાં જેવો છે. 7એવા માણસે પ્રભુ તરફથી તેને કંઇ મળશે એવું ન ધારવું. 8બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાયઁમાં અસ્થિર છે.

9જે ભાઈ તુચ્છ ગણાય છે તેણે પોતાના ઊચ્ચપદમાં અભિમાન કરવું 10પણ જે શ્રીમંત છે તેણે પોતાના નીચપદમાં અભિમાન કરવું; કેમકે ઘાસના ફૂલની માફક તે નાશ પામશે. 11કેમકે સૂરજ ઊગે ને લૂ વાય છે ને ફૂલ સુકાઈ જાય છે, ખરી પડે છે અને તેનું સૌદર્ય નાશ પામે છે. એમ જ શ્રીમંત પણ પોતાના વ્યવહારમાં નાશ પામશે.

12જે માણસ પરીક્ષણોમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કારણ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને આપવાનું વચન આપ્યું છે તે તેને મળશે.

13જો કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કયુઁ છે, એમ તેણે ન કહેવું; કેમકે દુષ્ટતાથી ઇશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તેઓ કોઇને પરીક્ષણમાં નાખતાં પણ નથી. 14પણ દરેક માણસ પોતે પોતાની દુષ્ટ વાસનાઓથી ખેંચાઈને પરીક્ષણમાં પડે છે. 15દુષ્ટ વાસના ગભઁ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થતાં મોત ઊપજાવે છે.

16તેથી મારા વહાલા ભાઈઓને બહેનો છેતરાશો નહિ. 17દરેક ઉત્તમ તથા સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને તે સ્વગીઁય પ્રકાશનાં પિતા પાસેથી આવે છે, જે પડછાયાની જેમ બદલાતા નથી. 18તેમણે રાજીખુશીથી તેમના સત્ય વચન દ્વારા આપણને નવું જીવન આપ્યું, કે આપણે તેનાં ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.

સાંભળવું અને અમલ કરવો

19મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમે એ જાણો, દરેક સાંભળવામાં તત્પર, બોલવામાં ધીમો, તથા ગુસ્સામાં ધીરો થાય. 20કારણ, માણસનાં ગુસ્સાથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી. 21માટે સઘળી દુષ્ટતા દૂર કરો અને તમારાં હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શકિતમાન છે તેને નમ્રતાથી સ્વીકારો.

22તમે એ વચન પાળનારા થાઓ, કેવળ સાંભળીને પોતાને છેતરનારા નહિ. 23જે કોઈ ફકત સાંભળે છે પણ અમલમાં મૂકતો નથી તે પોતાનું મુખ અરીસામાં જોનારના જેવો છે. 24પોતાને જોયા પછી, તે ત્યાંથી ખસી જઇને તે પોતે કેવો દેખાતો હતો તે તરત ભૂલી જાય છે. 25પણ તે જે છૂટાપણાનાં સંપૂણઁ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, તે વચન સાંભળી ભૂલી નહિ જતાં તેને અમલમાં મૂકે છે. તેઓ જ પોતાના વ્યવહારમાં ધન્ય છે.

26જે કોઈ પોતાને આત્મિક માને છે અને પોતાની જીભને કાબૂમાં રાખતો નથી તે પોતાને છેતરે છે, અને તેમની ધામિઁકતા નિરર્થક છે. 27ઈશ્વરપિતાની દ્રષ્ટિમાં શુધ્ધ અને સાચી ધામિઁકતા એ છે કે અનાથોની અને વિધવાઓની તેઓનાં દુઃખને સમયે મુલાકાત લેવી અને જગતની દુષ્ટતાથી પોતાને નિષ્કલંક રાખે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]