Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 13 OGCB

Side by side with the Father's Heart Bible™

સમાપન ઉપદેશો

1ભાઈઓ અને બહેનો તરીકે એકબીજા પર પ્રેમ રાખો. 2અજાણ્યાઓને પરોણાગત કરવાનું ભૂલશો નહિ, કેમકે એવું કરવાથી કેટલાકે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે. 3જેઓ જેલમાં છે તેઓની સાથે તમે પણ જેલમાં હો એમ સમજીને તેઓને યાદ કરો, અને જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને યાદ કરો જાણે તમે પોતે પણ દુઃખ સહન કરી રહ્યાં છો.

4સવઁમાં લગ્નને માન યોગ્ય ગણો, અને બિછાનું શુધ્ધ રાખો, કેમકે ઈશ્વર વ્યભિચારી અને અનૈતિક લોકોનો ન્યાય કરશે. 5દ્રવ્યલોભથી દૂર રહો; અને તમારી પાસે છે તેમાં સંતોષ માનો. કેમકે ઈશ્વરે કહ્યું છે કે,“હું તને કદી છોડીશ નહિ. હું તને કદી તજીશ નહિ”

6તો આપણે ખાતરીપૂવઁક કહી શકીએ છીએ કે,“પ્રભુ મારો સહાયક છે; હું ડરીશ નહિ.માણસ મને શું કરનાર છે?”

7તમને ઈશ્વરનાં વચનો કહેનાર તમારાં આગેવાનોને યાદ કરો. અને તેમના જીવનનાં પરિણામનો વિચાર કરો અને તેમના વિશ્વાસનું અનુકરણ કરો. 8ઈસુ મસીહ ગઈ કાલે, આજે અને સર્વકાળ એવા અને એવા જ છે.

9તેથી તમે દરેક પ્રકારના વિચિત્ર ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ. કેમકે કૃપાથી હ્રદય દ્રઢ થાય તે સારું છે, ધામિઁક ખોરાક ખાવાથી નહિ, જે એમ કરનારાઓને કશો જ ફાયદો થતો નથી. 10આપણી પાસે એવી એક વેદી છે કે જેમાંથી મંડપમાં સેવા કરનારાઓને ખાવાનો અધિકાર નથી.

11પ્રમુખયાજક પશુઓનું રકત પવિત્રસ્થાનમાં પાપાથાઁપણ તરીકે પરમપવિત્રસ્થાનમાં લઇ જાય છે, પણ શરીરને છાવણીની બહાર બાળી નાંખવામાં આવે છે. 12અને તેથી ઈસુએ પણ પોતાના રકતથી લોકોને પવિત્ર કરવા સારું શહેરનાં દરવાજાની બહાર દુઃખ સહ્યું. 13તેથી ચાલો, આપણે પણ તેમનું અપમાન સહન કરીને છાવણી બહાર તેમની પાસે જઈએ. 14કેમકે આપણી પાસે કાયમી રહે એવું શહેર નથી, પણ જે આવવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ.

15માટે, ઈસુ દ્રારા, આપણે ઈશ્વરને સ્તુતિનું બલિદાન નિત્ય ચઢાવીએ, જે તેમના નામનું જાહેરમાં કબૂલ કરનારા હોઠોનું ફળ છે. 16અને સારું કરવાનું અને બીજાઓને દાન આપવાનું ભૂલશો નહિ, કેમકે એવાં અર્પણોથી ઈશ્વર પ્રસન્ન થાય છે.

17તમારાંં આત્મિક આગેવાનોનો ભરોસો રાખો અને તેમને આધીન રહો, કારણ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા પર નજર રાખે છે. આમ કરવાથી તેમનું કાયઁ આનંદદાયક બને, બોજારૂપ નહિ, કારણ કે તેથી તમને પણ ગેરલાભ થાય.

18અમારે માટે પ્રાર્થના કરો. કેમકે અમારું અંતઃકરણ શુધ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે દરેક રીતે માનપૂવઁક જીવવા માંગીએ છીએ. 19હું તમને ખાસ વિનંતી કરું છું કે તમે મારે માટે ખાસ પ્રાર્થના કરો કે હું તમારી પાસે જલદી પાછો આવી શકું.

આશીઁવાદ અને અંતિમ શુભેચ્છાઓ

20હવે શાંતિનો ઈશ્વર, જેણે ઘેંટાના મહાન પાળક આપણ પ્રભુ ઈસુને સાર્વકાલિક કરારને પોતાના રકતથી મરણમાંથી પાછા લાવ્યા, 21તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સર્વ સારા કામથી તૈયાર કરો, અને ઈશ્વરને પસંદ પડે તેવું જીવન મસીહ ઈસુ વડે જીવો; તેમને સર્વકાળ મહિમા હો. આમીન.

22ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા બોધના વચનને સહન કરો, કેમકે મે તમને ટૂંકમાં જ લખ્યું છે.

23હું તમને જણાવવાં માંગુ છું કે આપણો ભાઈ તિમોથી છૂટયો છે. જો તે વહેલો આવશે તો હું તેની સાથે આવીને તમને મળીશ.

24તમારાં આગેવાનોને તથા સર્વ પ્રભુના લોકોને મારી સલામ પાઠવશો. ઈટાલીમાં જેઓ છે તેઓ તમને સલામ પાઠવે છે.

25તમો સર્વ પર કૃપા હો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]