Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 13 OGCB

Show OGCB only
Verse × ×
1 Let love for one another as family continue. ભાઈઓ અને બહેનો તરીકે એકબીજા પર પ્રેમ રાખો.
2 Don't forget hospitality to strangers; through it some have hosted angels unaware. અજાણ્યાઓને પરોણાગત કરવાનું ભૂલશો નહિ, કેમકે એવું કરવાથી કેટલાકે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે.
3 Remember prisoners as though chained with them, and the mistreated, since you too are in the body. જેઓ જેલમાં છે તેઓની સાથે તમે પણ જેલમાં હો એમ સમજીને તેઓને યાદ કરો, અને જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને યાદ કરો જાણે તમે પોતે પણ દુઃખ સહન કરી રહ્યાં છો.
4 Marriage should be honored among all, the marriage bed kept pure—our Father will judge the sexually immoral and adulterous. સવઁમાં લગ્નને માન યોગ્ય ગણો, અને બિછાનું શુધ્ધ રાખો, કેમકે ઈશ્વર વ્યભિચારી અને અનૈતિક લોકોનો ન્યાય કરશે.
5 Keep your life free from the love of money; be content with what you have, for our Father himself has said, "I will never leave you, never abandon you." દ્રવ્યલોભથી દૂર રહો; અને તમારી પાસે છે તેમાં સંતોષ માનો. કેમકે ઈશ્વરે કહ્યું છે કે, “હું તને કદી છોડીશ નહિ. હું તને કદી તજીશ નહિ”
6 So we say with confidence: Our Father is my helper; I will not fear. What can anyone do to me? તો આપણે ખાતરીપૂવઁક કહી શકીએ છીએ કે, “પ્રભુ મારો સહાયક છે; હું ડરીશ નહિ. માણસ મને શું કરનાર છે?”
7 Remember your leaders who spoke our Father's word to you. Consider the outcome of their way of life, and imitate their faith. તમને ઈશ્વરનાં વચનો કહેનાર તમારાં આગેવાનોને યાદ કરો. અને તેમના જીવનનાં પરિણામનો વિચાર કરો અને તેમના વિશ્વાસનું અનુકરણ કરો.
8 Jesus Christ is the same yesterday and today and forever. ઈસુ મસીહ ગઈ કાલે, આજે અને સર્વકાળ એવા અને એવા જ છે.
9 Don't be swept away by strange, varied teachings. It's good for the heart to be strengthened by grace, not by foods—those who live by them gain nothing. તેથી તમે દરેક પ્રકારના વિચિત્ર ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ. કેમકે કૃપાથી હ્રદય દ્રઢ થાય તે સારું છે, ધામિઁક ખોરાક ખાવાથી નહિ, જે એમ કરનારાઓને કશો જ ફાયદો થતો નથી.
10 We have an altar from which those who serve the tent have no right to eat. આપણી પાસે એવી એક વેદી છે કે જેમાંથી મંડપમાં સેવા કરનારાઓને ખાવાનો અધિકાર નથી.
11 For the bodies of animals whose blood the high priest brings into the sanctuary for sin are burned outside the camp. પ્રમુખયાજક પશુઓનું રકત પવિત્રસ્થાનમાં પાપાથાઁપણ તરીકે પરમપવિત્રસ્થાનમાં લઇ જાય છે, પણ શરીરને છાવણીની બહાર બાળી નાંખવામાં આવે છે.
12 So Jesus also suffered outside the gate to make the people holy through his own blood. અને તેથી ઈસુએ પણ પોતાના રકતથી લોકોને પવિત્ર કરવા સારું શહેરનાં દરવાજાની બહાર દુઃખ સહ્યું.
13 Therefore let us go out to him outside the camp, bearing the shame he endured. તેથી ચાલો, આપણે પણ તેમનું અપમાન સહન કરીને છાવણી બહાર તેમની પાસે જઈએ.
14 For here we have no lasting city, but we are seeking the city that is to come. કેમકે આપણી પાસે કાયમી રહે એવું શહેર નથી, પણ જે આવવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ.
15 Through him, then, let us always offer our Father a sacrifice of praise—the fruit of lips confessing his name. માટે, ઈસુ દ્રારા, આપણે ઈશ્વરને સ્તુતિનું બલિદાન નિત્ય ચઢાવીએ, જે તેમના નામનું જાહેરમાં કબૂલ કરનારા હોઠોનું ફળ છે.
16 Don't forget to do good and share what you have—such sacrifices please our Father. અને સારું કરવાનું અને બીજાઓને દાન આપવાનું ભૂલશો નહિ, કેમકે એવાં અર્પણોથી ઈશ્વર પ્રસન્ન થાય છે.
17 Obey your leaders and submit to them—they watch over your souls, since they'll answer for you. Let them do this joyfully, not with groaning, for that profits you nothing. તમારાંં આત્મિક આગેવાનોનો ભરોસો રાખો અને તેમને આધીન રહો, કારણ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા પર નજર રાખે છે. આમ કરવાથી તેમનું કાયઁ આનંદદાયક બને, બોજારૂપ નહિ, કારણ કે તેથી તમને પણ ગેરલાભ થાય.
18 Pray for us, since we're sure our conscience is clear, wanting to act honorably in everything. અમારે માટે પ્રાર્થના કરો. કેમકે અમારું અંતઃકરણ શુધ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે દરેક રીતે માનપૂવઁક જીવવા માંગીએ છીએ.
19 I urge you even more to do this, so I may be restored to you sooner. હું તમને ખાસ વિનંતી કરું છું કે તમે મારે માટે ખાસ પ્રાર્થના કરો કે હું તમારી પાસે જલદી પાછો આવી શકું.
20 May our Father of peace, who raised our Lord Jesus—the great Shepherd of the sheep—from the dead by the blood of the eternal covenant, હવે શાંતિનો ઈશ્વર, જેણે ઘેંટાના મહાન પાળક આપણ પ્રભુ ઈસુને સાર્વકાલિક કરારને પોતાના રકતથી મરણમાંથી પાછા લાવ્યા,
21 complete you in every good thing to do his will, working in us what pleases him through Jesus Christ, to whom be glory forever and ever. Amen. તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સર્વ સારા કામથી તૈયાર કરો, અને ઈશ્વરને પસંદ પડે તેવું જીવન મસીહ ઈસુ વડે જીવો; તેમને સર્વકાળ મહિમા હો. આમીન.
22 Brothers and sisters, I urge you to bear with this word of encouragement—I've written only briefly. ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા બોધના વચનને સહન કરો, કેમકે મે તમને ટૂંકમાં જ લખ્યું છે.
23 Know that our brother Timothy has been released; if he comes soon, I will see you with him. હું તમને જણાવવાં માંગુ છું કે આપણો ભાઈ તિમોથી છૂટયો છે. જો તે વહેલો આવશે તો હું તેની સાથે આવીને તમને મળીશ.
24 Greet all your leaders and all the saints. Those from Italy send you greetings. તમારાં આગેવાનોને તથા સર્વ પ્રભુના લોકોને મારી સલામ પાઠવશો. ઈટાલીમાં જેઓ છે તેઓ તમને સલામ પાઠવે છે.
25 Grace be with you all. Amen. તમો સર્વ પર કૃપા હો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]