Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 3 OGCB

Show OGCB only
Verse × ×
1 So, holy brothers sharing a heavenly call, consider Jesus, the apostle and high priest we confess. તેથી, પવિત્ર ભાઈઓ અને બહેનો, સ્વગીઁય તેડાના ભાગીદાર, આપણે જે સ્વીકાયુઁ છે તેના પ્રેષિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.
2 He was faithful to the one who appointed him, as Moses also was in all our Father's house. ઈશ્વરના ઘરની સેવામાં જેમ મોશે વિશ્વાસુ હતો તેમ તેઓ પણ પોતાને પ્રમુખયાજક તરીકે નીમનારને વિશ્વાસુ રહ્યા.
3 Jesus deserves far more glory than Moses, as a house's builder deserves more honor than the house itself. જેમ મકાન કરતાં તેને બાંધનારને વિશેષ પ્રશંશા ઘટે છે, તેમ મોશે કરતાં ઈસુ અધિક મહિમાને યોગ્ય ગણાયા છે.
4 For every house is built by someone, but the builder of all things is our Father. દરેક મકાનને બાંધનાર કોઈક તો હોય છે જ, પરંતુ સર્વનો સર્જનહાર ઈશ્વર છે.
5 Moses was faithful in all our Father's house, a servant testifying to what would be spoken later. જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવાં સારું ઈશ્વરના ઘરમાં મોશે વિશ્વાસુ સેવક તરીકે હતો.
6 But Christ, as son, is faithful over his house. And we are his house—if we hold firm the confidence and hope we boast in. પણ મસીહ પુત્ર તરીકે ઇશ્વરનાં ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું ગૌરવ દ્રઢ રાખીએ, તો આપણે તેનું ઘર છીએ.
7 So, as the Holy Spirit says: "Today, if you hear his voice, તેથી, જેમ પવિત્ર આત્મા કહે છે તેમ: “જો તમે આજ તેમની વાણી સાંભળો,
8 do not harden your hearts as you did in the rebellion, on the day of testing in the wilderness, જેમ તમે અરણ્યમાં કસોટીનાં સમયમાં તમે કચકચ કરી, તેમ તમારાંં હૃદયો કઠણ કરશો નહિ,
9 where your ancestors put me to the test and saw my works for forty years. જેમ તમારા પૂવઁજોએ મારી કસોટી કરી અને મને પારખ્યો, તેમ છતાં તેમણે ચાળીસ વર્ષ સુધી મારા કામ જોયા.
10 That is why I was angry with that generation, and I said, 'Their hearts are always going astray, and they have not known my ways.' તેથી જ હું તે પેઢી પર ગુસ્સે થયો; ‘અને મેં કહ્યું તેઓના હૃદય હંમેશા ભટકી જાય છે, અને તેઓએ મારા માગઁ જાણ્યાં નહિ’
11 So I swore in my anger, 'They will never enter my rest.'" તેથી મેં મારા ક્રોધમાં પ્રતિજ્ઞા કરી કે, ‘તેઓ મારા વિશ્રામમાં કદી પ્રવેશ કરશે નહિ.’ ”
12 Brothers, watch that none of you has an evil, unbelieving heart that deserts the living Father. માટે ભાઈઓ અને બહેનો સાવચેત રહો, રખેને તમારાંમાંનાં કોઇનું હ્રદય અવિશ્વાસના કારણથી પાપી થાય, અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય.
13 But encourage each other daily, while it is called "today," so none of you becomes hardened by sin's deceit. પણ જયાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી દરરોજ એકબીજાને ઉતેજન આપો, જેથી તમારાંમાંનો કોઈ પાપનાં કપટથી કઠણ ન થાય.
14 For we have become sharers in Christ, if we truly keep our first confidence firm to the end. જો આપણે આરંભમાં રાખેલા વિશ્વાસને અંત સુધી દ્રઢતાથી પકડી રાખીએ, તો આપણે મસીહના ભાગીદાર થયા છીએ.
15 As it is said: "Today, if you hear his voice, do not harden your hearts as when you rebelled." જેમ કહેવામાં આવ્યું છે: “જો આજ તમે તેમની વાણી સાંભળો, તો તમે તમારાંં હૃદય કઠણ કરશો નહિ, જેમ તમે કચકચ કરી તેમ.”
16 Who heard and rebelled? Wasn't it all who left Egypt through Moses? ઈશ્વરની વાણી સાંભળ્યા છતાં જેમણે તેમની વિરુધ્ધ બંડ પોકાયુઁ, એ કોણ હતા? શું તેઓ મોશેની આગેવાની નીચે ઈજિપ્તમાંથી નીકળી આવનાર ન હતા?
17 With whom was he angry forty years? Was it not with those who sinned, whose bodies fell in the wilderness? અને ચાળીસ ચાળીસ વર્ષ સુધી તેઓ કોના પર ગુસ્સે થયાં? શું તે એ લોકો ન હતાં કે જેઓએ પાપ કયુઁ અને તેમના શરીરો અરણ્યમાં નાશ પામ્યા?
18 Who did he swear would never enter his rest, except those who disobeyed? અને જેઓએ માન્યું નહિ તે સિવાય બીજા કોને વિશે ઈશ્વરે સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.
19 So we see they couldn't enter because of lack of faith. તો આપણે જોઈએ છીએ કે તેઓ તેમના અવિશ્વાસને કારણે પ્રવેશ કરી શક્યા નહિ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]