Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 2 OGCB

Show OGCB only
Verse × ×
1 So we must pay closer attention to what we've heard, or we may drift away. આથી આપણે જે સાંભળ્યું છે તે પર વિશેષ ધ્યાન આપીએ, એ માટે કે આપણે તેમાંથી ભટકી ન જઈએ.
2 For if the word spoken through angels held firm, and every wrongdoing and disobedience got just payment, કેમકે દૂતો દ્રારા કહેલું વચન જો સત્ય ઠયુઁ, અને દરેક પાપનું આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું,
3 how will we escape if we neglect so great a salvation? First announced by the Lord, it was confirmed to us by those who heard him, તો આવાં મહાન તારણ વિશે બેદરકાર રહીને આપણે શી રીતે બચીશું? પ્રથમ પ્રભુએ આ તારણનો માર્ગ પ્રગટ કર્યો, અને જેઓએ તેમનું સાંભળ્યું તેઓએ આપણી સમક્ષ એ વિશે ખાતરી કરી આપી.
4 while our Father also testified with them through signs, wonders, various miracles, and distributions of the Holy Spirit, according to his will. ઈશ્વરે પોતે પણ ચિહ્નો, અદભુત કૃત્યો તથા ચમત્કારો વડે સાક્ષી પૂરી છે, અને પવિત્ર આત્મા તરફથી ખાસ કૃપાદાન બક્ષીને એ વાતની ખાતરી કરાવી છે.
5 For it was not to angels that our Father subjected the coming world we're speaking of. વળી જે આવનાર જગત વિશે અમે વાત કરીએ છીએ, તેણે તેને દૂતોના નિયંત્રણ સોંપ્યું નથી.
6 Someone has testified somewhere, "What is man, that you are mindful of him, or the son of man, that you care for him? પણ એક જગ્યાએ એવી સાક્ષી પૂરી છે કે: “મનુષ્ય કોણ કે તમે તેનું સ્મરણ કરો, મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની કાળજી રાખો?
7 You made him for a little while lower than the angels; you crowned him with glory and honor, કારણ કે તમે તેને દૂતો કરતાં થોડો ઊતરતો બનાવ્યો; તમે તેના શિરે ગૌરવ તથા માનનો મુગટ પહેરાવ્યો છે.
8 putting everything in subjection under his feet." Now in subjecting everything to him, our Father left nothing outside his control. At present, however, we do not yet see everything subjected to Christ. તમે તેના પગ તળે સઘળું મુકયું છે.” તેને સર્વસ્વનો અધિકારી બનાવ્યો છે. તેના અધિકારમાંથી કાંઈ જ બાકાત નથી. તો સઘળું તેને સ્વાઘીન કરવાથી તેને ન કયુઁ હોય એવું તેણે કંઇ રહેવા દીધું નહિ. પણ સઘળું તેને સ્વાધીન કયું, એમ હજુ સુધી આપણી નજરે પડતું નથી.
9 But we see Jesus, made lower than the angels for a little while, now crowned with glory and honor because he suffered death, so that by our Father's grace he might taste death for everyone. પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ, જેને થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતું સ્થાન આપવામાં આવ્યું. હવે ઈશ્વરે તેમને ગૌરવ તથા માનનો મુગટ પહેરાવ્યો. કારણ કે તેમણે મરણ સહન કર્યું, ઈશ્વરની મહાન દયા થકી પ્રત્યેક વ્યકિતને માટે મરણ સહન કરે.
10 It was fitting that our Father, for whom and through whom all things exist, should perfect the pioneer of their salvation through suffering, bringing many sons to glory. જેને અથેઁ સઘળાં છે તથા જેનાથી સઘળા ઉત્પન્ન થયા છે, તેને એ ઘટિત હતું કે, તે ઘણાં દીકરા દીકરીઓને ગૌરવમાં લાવતાં તેના તારણના અધિકારીને દુઃખ દ્રારા પરિપૂણઁ કરે.
11 The one who makes holy and those made holy all come from one Father. That's why he isn't ashamed to call them brothers and sisters, આપણને પવિત્ર કરનાર તથા જેઓને પવિત્ર કરવામાં આવે છે, તેઓ સવઁ એકથી જ છે; એ માટે તે તેઓને પોતાના ભાઈઓ બહેનો કહેતાં શરમાતા નથી.
12 saying, "I will proclaim your name to my brothers and sisters; I will sing your praise amid the assembly." તેઓ કહે છે, “હું મારા ભાઈઓ અને બહેનોમાં તમારું નામ પ્રગટ કરીશ, મંડળીમાં સ્તોત્ર ગાઇને હું તારી સ્તુતિ કરીશ.”
13 And again, "I will trust in him." And again, "Here am I, and the children our Father gave me." અને વળી, “હું તેમનાં પર મારો વિશ્વાસ મુકીશ.” ફરી તેમણે કહ્યું, “મને આપવામાં આવેલા તેનાં બાળકો અને હું અહીં છીએ.”
14 Since the children share flesh and blood, he too shared them, so that through death he might destroy the one holding the power of death—the devil, એ બાળકો માંસ અને લોહીનાં બનેલાં છે, માટે તેઓ પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયાં; કે જેથી તેઓ પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો નાશ કરે;
15 and free all those who, through fear of death, were enslaved their whole lives. અને જીવન પર્યંત મૃત્યુના ભયને લીધે ગુલામ જેવી દશામાં જીવતાંઓનો છુટકારો કરે.
16 For surely it is not angels he helps, but the descendants of Abraham. કેમકે તેઓ દૂતોને સહાય કરતા નથી, પણ અબ્રાહમના સંતાનોને સહાય કરે છે.
17 So he had to become like his brothers and sisters in every way, to be a merciful and faithful high priest serving our Father, clearing away the people's sins. તેથી તેમને સઘળી બાબતોમાં પોતાનાં ભાઈઓના જેવા થવું જોઇતું હતું, જેથી તેઓ લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઇશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.
18 Since he himself suffered when tempted, he can help those being tempted. કેમકે તેમનું પરીક્ષણ થવાથી તેમણે દુઃખ સહન કયાઁ, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તેઓ શકિતમાન થાય.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]