Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 2 OGCB

Side by side with the Father's Heart Bible™

ધ્યાનમાં લેવાની ચેતવણી

1આથી આપણે જે સાંભળ્યું છે તે પર વિશેષ ધ્યાન આપીએ, એ માટે કે આપણે તેમાંથી ભટકી ન જઈએ. 2કેમકે દૂતો દ્રારા કહેલું વચન જો સત્ય ઠયુઁ, અને દરેક પાપનું આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું, 3તો આવાં મહાન તારણ વિશે બેદરકાર રહીને આપણે શી રીતે બચીશું? પ્રથમ પ્રભુએ આ તારણનો માર્ગ પ્રગટ કર્યો, અને જેઓએ તેમનું સાંભળ્યું તેઓએ આપણી સમક્ષ એ વિશે ખાતરી કરી આપી. 4ઈશ્વરે પોતે પણ ચિહ્નો, અદભુત કૃત્યો તથા ચમત્કારો વડે સાક્ષી પૂરી છે, અને પવિત્ર આત્મા તરફથી ખાસ કૃપાદાન બક્ષીને એ વાતની ખાતરી કરાવી છે.

ઈસુ સંપૂણઁ માણસ બન્યાં

5વળી જે આવનાર જગત વિશે અમે વાત કરીએ છીએ, તેણે તેને દૂતોના નિયંત્રણ સોંપ્યું નથી. 6પણ એક જગ્યાએ એવી સાક્ષી પૂરી છે કે:“મનુષ્ય કોણ કે તમે તેનું સ્મરણ કરો,મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની કાળજી રાખો?

7કારણ કે તમે તેને દૂતો કરતાં થોડો ઊતરતો બનાવ્યો;તમે તેના શિરે ગૌરવ તથા માનનો મુગટ પહેરાવ્યો છે.

8તમે તેના પગ તળે સઘળું મુકયું છે.”તેને સર્વસ્વનો અધિકારી બનાવ્યો છે. તેના અધિકારમાંથી કાંઈ જ બાકાત નથી. તો સઘળું તેને સ્વાઘીન કરવાથી તેને ન કયુઁ હોય એવું તેણે કંઇ રહેવા દીધું નહિ. પણ સઘળું તેને સ્વાધીન કયું, એમ હજુ સુધી આપણી નજરે પડતું નથી.

9પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ, જેને થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતું સ્થાન આપવામાં આવ્યું. હવે ઈશ્વરે તેમને ગૌરવ તથા માનનો મુગટ પહેરાવ્યો. કારણ કે તેમણે મરણ સહન કર્યું, ઈશ્વરની મહાન દયા થકી પ્રત્યેક વ્યકિતને માટે મરણ સહન કરે.

10જેને અથેઁ સઘળાં છે તથા જેનાથી સઘળા ઉત્પન્ન થયા છે, તેને એ ઘટિત હતું કે, તે ઘણાં દીકરા દીકરીઓને ગૌરવમાં લાવતાં તેના તારણના અધિકારીને દુઃખ દ્રારા પરિપૂણઁ કરે. 11આપણને પવિત્ર કરનાર તથા જેઓને પવિત્ર કરવામાં આવે છે, તેઓ સવઁ એકથી જ છે; એ માટે તે તેઓને પોતાના ભાઈઓ બહેનો કહેતાં શરમાતા નથી. 12તેઓ કહે છે,“હું મારા ભાઈઓ અને બહેનોમાં તમારું નામ પ્રગટ કરીશ,મંડળીમાં સ્તોત્ર ગાઇને હું તારી સ્તુતિ કરીશ.”

13અને વળી,“હું તેમનાં પર મારો વિશ્વાસ મુકીશ.”ફરી તેમણે કહ્યું,“મને આપવામાં આવેલા તેનાં બાળકો અને હું અહીં છીએ.”

14એ બાળકો માંસ અને લોહીનાં બનેલાં છે, માટે તેઓ પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયાં; કે જેથી તેઓ પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો નાશ કરે; 15અને જીવન પર્યંત મૃત્યુના ભયને લીધે ગુલામ જેવી દશામાં જીવતાંઓનો છુટકારો કરે. 16કેમકે તેઓ દૂતોને સહાય કરતા નથી, પણ અબ્રાહમના સંતાનોને સહાય કરે છે. 17તેથી તેમને સઘળી બાબતોમાં પોતાનાં ભાઈઓના જેવા થવું જોઇતું હતું, જેથી તેઓ લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઇશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય. 18કેમકે તેમનું પરીક્ષણ થવાથી તેમણે દુઃખ સહન કયાઁ, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તેઓ શકિતમાન થાય.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]