Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 3 OGCB

Side by side with the Father's Heart Bible™

મસીહ મોશે કરતાં મોટા

1તેથી, પવિત્ર ભાઈઓ અને બહેનો, સ્વગીઁય તેડાના ભાગીદાર, આપણે જે સ્વીકાયુઁ છે તેના પ્રેષિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો. 2ઈશ્વરના ઘરની સેવામાં જેમ મોશે વિશ્વાસુ હતો તેમ તેઓ પણ પોતાને પ્રમુખયાજક તરીકે નીમનારને વિશ્વાસુ રહ્યા. 3જેમ મકાન કરતાં તેને બાંધનારને વિશેષ પ્રશંશા ઘટે છે, તેમ મોશે કરતાં ઈસુ અધિક મહિમાને યોગ્ય ગણાયા છે. 4દરેક મકાનને બાંધનાર કોઈક તો હોય છે જ, પરંતુ સર્વનો સર્જનહાર ઈશ્વર છે. 5જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવાં સારું ઈશ્વરના ઘરમાં મોશે વિશ્વાસુ સેવક તરીકે હતો. 6પણ મસીહ પુત્ર તરીકે ઇશ્વરનાં ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું ગૌરવ દ્રઢ રાખીએ, તો આપણે તેનું ઘર છીએ.

અવિશ્વાસ સામે ચેતવણી

7તેથી, જેમ પવિત્ર આત્મા કહે છે તેમ:“જો તમે આજ તેમની વાણી સાંભળો,

8જેમ તમે અરણ્યમાં કસોટીનાં સમયમાંતમે કચકચ કરી,તેમ તમારાંં હૃદયો કઠણ કરશો નહિ,

9જેમ તમારા પૂવઁજોએ મારી કસોટી કરી અને મને પારખ્યો,તેમ છતાં તેમણે ચાળીસ વર્ષ સુધી મારા કામ જોયા.

10તેથી જ હું તે પેઢી પર ગુસ્સે થયો;‘અને મેં કહ્યું તેઓના હૃદય હંમેશા ભટકી જાય છે,અને તેઓએ મારા માગઁ જાણ્યાં નહિ’

11તેથી મેં મારા ક્રોધમાં પ્રતિજ્ઞા કરી કે,‘તેઓ મારા વિશ્રામમાં કદી પ્રવેશ કરશે નહિ.’ ”

12માટે ભાઈઓ અને બહેનો સાવચેત રહો, રખેને તમારાંમાંનાં કોઇનું હ્રદય અવિશ્વાસના કારણથી પાપી થાય, અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય. 13પણ જયાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી દરરોજ એકબીજાને ઉતેજન આપો, જેથી તમારાંમાંનો કોઈ પાપનાં કપટથી કઠણ ન થાય. 14જો આપણે આરંભમાં રાખેલા વિશ્વાસને અંત સુધી દ્રઢતાથી પકડી રાખીએ, તો આપણે મસીહના ભાગીદાર થયા છીએ. 15જેમ કહેવામાં આવ્યું છે:“જો આજ તમે તેમની વાણી સાંભળો,તો તમે તમારાંં હૃદય કઠણ કરશો નહિ,જેમ તમે કચકચ કરી તેમ.”

16ઈશ્વરની વાણી સાંભળ્યા છતાં જેમણે તેમની વિરુધ્ધ બંડ પોકાયુઁ, એ કોણ હતા? શું તેઓ મોશેની આગેવાની નીચે ઈજિપ્તમાંથી નીકળી આવનાર ન હતા? 17અને ચાળીસ ચાળીસ વર્ષ સુધી તેઓ કોના પર ગુસ્સે થયાં? શું તે એ લોકો ન હતાં કે જેઓએ પાપ કયુઁ અને તેમના શરીરો અરણ્યમાં નાશ પામ્યા? 18અને જેઓએ માન્યું નહિ તે સિવાય બીજા કોને વિશે ઈશ્વરે સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ. 19તો આપણે જોઈએ છીએ કે તેઓ તેમના અવિશ્વાસને કારણે પ્રવેશ કરી શક્યા નહિ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]