Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Long ago, in many times and many ways, our Heavenly Father spoke to our ancestors through the prophets. પ્રાચીન સમયમાં ઈશ્વર આપણા પિતૃઓ સાથે પ્રબોધકો દ્વારા જુદી જુદી રીતે અનેકવાર બોલ્યાં હતા,
2 But in these final days he spoke to us by his Son, whom he appointed heir of all things and through whom he made the universe. પરંતુ આ છેલ્લા યુગમાં પુત્ર કે જેને તેમણે સઘળાના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિ ઉત્પન્ન કરી, તેમની દ્રારા આપણી સાથે બોલ્યા.
3 The Son is the brightness of our Father's glory, the exact image of his being, sustaining all things by his powerful word. After purifying sins, he sat down at the right hand of the Majesty on high. પુત્ર ઈશ્વરના મહિમાનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી નિભાવી રાખે છે; તેઓ પાપોનું પ્રાયશ્ચિત કરીને તેઓ સ્વર્ગમાં મહિમાની જમણી બાજુએ બિરાજમાન છે.
4 He became as much greater than angels as his inherited name is greater than theirs. તેથી, તેમને જે નામ વારસામાં મળ્યું છે તેટલે દરજ્જે તેઓને દૂતો કરતાં અત્યંત ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે.
5 For to which of the angels did our Father ever say, "You are my Son; today I have become your Father"? Or again, "I will be his Father, and he will be my Son"? કારણ કે ઈશ્વરે કયા દૂતને કયારેય કહ્યું છે કે, “તું મારો પુત્ર છે; આજે હું તારો પિતા થયો છું?” વળી તેમણે, “હું તેનો પિતા થઈશ, અને તે મારો પુત્ર થશે?”
6 And again, when he brings the firstborn into the world, he says, "Let all my angels worship him. જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે, ત્યારે તે કહે છે કે, “ઈશ્વરનાં સર્વ દૂતો તેની આરાધના કરો.”
7 Of the angels he says, "He makes his angels winds, and his servants flames of fire." પોતાના દૂતો વિશે તે એમ કહે છે કે, “તે પોતાના દૂતોને વાયુરૂપ અને અગ્નિની જવાળા જેવા પોતાના સેવકોને કરે છે.”
8 But about the Son he says, "Your throne, O God, is forever and ever, and the scepter of righteousness is the scepter of your kingdom. પરંતુ પુત્ર વિશે તે કહે છે, “હે ઈશ્વર, તારું રાજ્યાસન સદાકાળ ટકશે; અને તારો રાજદંડ ન્યાયીપણાનો દંડ છે.
9 You have loved righteousness and hated wickedness; therefore our Father, your Father, has anointed you with the oil of gladness above your companions." તું ન્યાયીપણાને ચાહે છે અને અન્યાયીપણાનો ધિક્કાર કરે છે; તેથી ઈશ્વર, એટલે તારા ઈશ્વરે, તારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષેક કયોઁ છે.
10 And, "In the beginning, Lord, you laid the foundations of the earth, and the heavens are the work of your hands. વળી તે કહે છે, “હે પ્રભુ, આરંભમાં તેં પૃથ્વીનો પાયો નાંખ્યો, અને આકાશો તારા હાથની કૃતિ છે.
11 They will perish, but you remain; they will all wear out like a garment. તેઓ સવઁ નાશ પામશે, પરંતુ તું સદાકાળ રહેશે. તેઓ જર્જરિત વસ્ત્ર સમાન જીણઁ થઈ જશે.
12 You will roll them up like a robe; like a garment they will be changed. But you are the same, and your years will never end." તું તેમને ઝભ્ભાની માફક વાળી લેશે અને વસ્ત્રની પેઠે તેઓને બોલવામાં આવશે; પરંતુ તું પોતે સદાકાળ એવો ને એવો જ રહેશે. તારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.”
13 But to which of the angels did our Father ever say, "Sit at my right hand until I make your enemies a footstool for your feet"?" પણ ઈશ્વરે કયા દૂતને કદી એમ કહ્યું છે કે, “જયાં સુધી હું તારા સર્વ શત્રુઓને તારું પાયાસન ન કરું, ત્યાં સુધી તું મારે જમણે હાથે, બેસ?”
14 Aren't all angels ministering spirits, sent to serve those about to inherit salvation? શું તેઓ સવઁ સેવા કરનાર આત્મા નથી તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી?
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]