Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Philemon 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Paul, a prisoner of Christ Jesus, and Timothy our brother, to Philemon, our dear friend and co-worker, મસીહ ઈસુનાં સુસમાચાર ફેલાવવાને કારણે કેદી બનેલ પાઉલ તથા ભાઈ તિમોથી તરફથી, અમારા વહાલાં સાથી કાર્યકર અને પ્રિય મિત્ર ફિલેમોનને,
2 and to our sister Apphia, our fellow soldier Archippus, and the church that meets in your house: આપણી બહેન આફિયા તથા આર્ખિપસ જે સહ સૈનિક છે, અને તારા ઘરમાં મળતી મંડળી:
3 Grace and peace to you from our Father and the Lord Jesus Christ. આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ મસીહની કૃપા અને શાંતિ થાઓ.
4 I always thank my Father as I remember you in my prayers, જયારે હું મારી પ્રાર્થનાઓમા તમને યાદ કરું છું ત્યારે હંમેશાં હું મારા ઈશ્વરનો આભાર માનું છું.
5 because I hear of your love and faith in the Lord Jesus and for all his holy people. કારણ કે હું પ્રભુનાં પવિત્ર લોક પ્રત્યેનાં તમારાં પ્રેમ વિશે અને પ્રભુમાં તમારાં વિશ્વાસ વિશે હું સાંભળું છું.
6 I pray your shared faith becomes effective as you come to understand every good thing we have in Christ. કે, આપણામાં જે સવઁ સારું છે તેનું જ્ઞાન થયાથી તારા વિશ્વાસનું ભાગિયાપણું મસીહના મહિમાને સારું સફળ થાય.
7 Your love has brought me great joy and comfort, brother, since you've refreshed the hearts of his holy people. મારા ભાઈ, તારા પ્રેમથી મને પણ પુષ્કળ આનંદ અને દિલાસો મળ્યાં છે, કારણ કે તારી ભલાઈને લીધે ઈશ્વરના લોકોનાં હૃદયો તાજગી પામ્યાં છે.
8 Therefore, although in Christ I am bold enough to command you to do what is right, જો કે જે યોગ્ય છે તે તને આજ્ઞારૂપે કહેવાને મને મસીહથી પૂરી છૂટ છે ખરી,
9 instead, for love's sake I appeal—I, Paul, an old man, now also a prisoner of Christ Jesus. પરંતુ હું વૃધ્ધ પાઉલ, મસીહ ઈસુનો બંદીવાન છું, તારા પ્રત્યેના પ્રેમને લીધે હું તને વિનંતી કરું છું.
10 I appeal to you for my child Onesimus, whose father I became while I was in chains. મારી વિનંતી છે કે ઓનેસીમસ જે આ કેદખાનામાં પ્રભુમાં મારો પુત્ર બન્યો છે.
11 He was once useless to you, but now is useful to you and me. ભૂતકાળમાં તે તને ઉપયોગી નીવડયો નથી, પરંતુ હવે તે મને અને તને ઉપયોગી છે.
12 I am sending him back to you—and in doing so I am sending my very heart. તેને પોતાને, એટલે મારા ખુદ હ્રદય જેવાને મેં તારી પાસે પાછો મોકલ્યો છે.
13 I wanted to keep him with me, to serve me on your behalf while I'm in chains for the gospel. હું તેને અહીં મારી પાસે જ રાખવા ઇચ્છતો હતો જેથી સુસમાચારને લીધે હું જેલમાં છું ત્યારે તારા બદલે તે મને મદદરૂપ થાય.
14 But I wanted to do nothing without your consent, so your good deed would not be forced, but voluntary. પરંતુ તારો ઉપકાર પરાણે નહિ, પણ રાજીખુશીથી થાય, એ માટે તારી મરજી જાણ્યાં વિના હું તે પ્રમાણે કરવા માગતો નથી,
15 Perhaps this is why he was separated from you briefly, so you'd have him back forever. તે હંમેશને માટે તારી પાસે રહેવા પાછો આવે એ માટે જ તે થોડો સમય તારાંથી દૂર થયો હતો.
16 No longer as a slave, but more than a slave—a beloved brother, especially to me, but even more to you, both in the flesh and in the Lord. હવે તે ગુલામ નથી, પણ ગુલામથી વિશેષ છે, એટલે વહાલાં ભાઈ જેવો છે, તે મને વહાલો છે, તને પણ વહાલો છે, સાથી માણસ અને પ્રભુમાં ભાઈ જેવો છે.
17 So if you consider me a partner, welcome him as you would welcome me. જો તું ખરેખર મને ભાગીદાર માનતો હોય તો, જાણે મારો આવકાર કરતો હોય એ જ રીતે તું તેનો પણ આવકાર કરજે.
18 If he wronged you at all, or owes anything, put it on my account. જો તેણે તારું કંઈ નુકશાન કર્યું હોય અથવા તારું કોઈ લેણું હોય તો તે મારે ખાતે ગણજે.
19 I, Paul, write this with my own hand: I'll repay it—not to mention you owe me yourself as well. હું, પાઉલ, મારે પોતાને હાથે આ લખું છું કે હું તે પાછું ભરી આપીશ, ખરુ જો તું તારાં પોતાનો જ મારો કરજદાર છે પરંતુ તે વિશે હું તને કહેવા માંગતો નથી;
20 Yes, brother, do me this favor in the Lord—refresh my heart in Christ. ભાઈ, હું ઇચ્છું છું કે તારાથી પ્રભુમાં મને કંઇક લાભ થાય; મસીહમાં મારું હ્રદય શાંત કર.
21 Trusting you'll obey, I write to you, knowing you'll do even more than I ask. મને તારા આજ્ઞાપાલનમાં વિશ્વાસ છે તેથી હું લખું છું, કેમકે હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં વિશેષ તું કરીશ.
22 Also prepare a guest room for me—I hope through your prayers to be graciously given back to you. અને બીજી એક વાત: મારા રહેઠાણની પણ વ્યવસ્થા કરજે. કારણ કે મારી આશા છે કે તમારી પ્રાર્થનાનાં જવાબરૂપે મને તમારી પાસે જલદી લઈ આવશે.
23 Epaphras, my fellow prisoner in Christ Jesus, sends you greetings, એપાફ્રાસ, મસીહ ઈસુમાં મારો સાથી જે બંદીવાન છે, તે તને કુશળતા પાઠવે છે.
24 and so do Mark, Aristarchus, Demas, and Luke, my fellow workers. એમ જ મારા સાથી કાર્યકરો માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક પણ તને શુભેચ્છા પાઠવે છે.
25 The grace of the Lord Jesus Christ be with your spirit. Amen. પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારાં આત્માની સાથે હો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]