Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 4 OGCB

Show OGCB only
Verse × ×
1 Since the promise to enter his rest still stands, let us be careful that none of you seems to have missed it. તેથી, તેમના વિશ્રામમાં પ્રવેશવાનું વચન હજું પણ મોજૂદ છે, તેમ છતાં આપણે સાવચેત રહેવું જોઈએ રખેને તમારાંમાંથી કોઈ પણ નિષ્ફળ ન જાય.
2 We too had good news preached to us, as they did. But the message heard didn't benefit them, since they didn't combine it with faith, as those who listened did. કેમકે જેમ આપણને તેમ તેઓને પણ સુસમાચાર પ્રગટ કરવામાં આવેલ છે, પણ જે સંદેશો તેઓએ સાંભળ્યો તે તેઓને લાભકારક થયો નહિ, કેમકે જેઓએ આજ્ઞા પાળી તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયાં નહિ.
3 We who believed enter that rest, as he said: "In my wrath I swore, they will never enter my rest." Yet his works were finished since the foundation of the world. હવે આપણે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ, જેમ ઈશ્વરે કહ્યું છે, “મેં મારા ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી કે, ‘તેઓ મારા વિશ્રામમાં કદી પ્રવેશ કરશે નહિ.’ ” જો કે જગતની ઉત્પતિ થઈ ત્યારથી તેમના કામો પૂરાં થયેલા છે.
4 For somewhere he says of the seventh day: "And our Father rested on the seventh day from all his works." કેમકે કોઇક જગ્યાએ સાતમાં દિવસ વિશે તેમણે આ શબ્દોમાં કહ્યું છે કે: “સાતમાં દિવસે ઈશ્વરે પોતાના કામોથી વિશ્રામ કર્યો.”
5 And again in the same passage he says, "They will never enter my rest." અને વળી એ જ જગ્યાએ તે કહે છે કે, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”
6 Since it remains that some enter it, and those first given the good news failed to enter through their disobedience, તો કેટલાકને હજુ પ્રવેશ કરવાનું બાકી છે, અને જેઓને પહેલાં તે સુસમાચાર પ્રગટ કરવામાં આવ્યા હતા, તેઓની આજ્ઞાભંગને કારણે તેઓ વિશ્રામવારમાં પ્રવેશ પામી શક્યાં નહિ.
7 so again he sets a day, "Today," speaking through David much later, as already said: "Today, if you hear his voice, do not harden your hearts." માટે ઈશ્વરે એક ચોક્કસ દિવસ ઠરાવ્યો, અને તેને “આજ” કહ્યો ઘણાં સમય પછી, તેમણે દાવિદ મારફતે આ વાત કહી, જેમ કે પહેલેથીજ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: “આજ જો તમે તેની વાણી સાંભળો, તો તમે તમારાંં હૃદય કઠણ કરશો નહિ.”
8 For if Joshua had given them rest, our Father would not have spoken later about another day. કેમકે જો યહોશુઆએ તેઓને સાબ્બાથ-વિશ્રામ આપ્યો હોત, તો ત્યાર પછી ઈશ્વર બીજા દિવસ વિશે ન કહેત.
9 So then, there remains a Sabbath rest for the people of our Father. તો પછી, ઈશ્વરના લોકો માટે વિશ્રામનો દિવસ હજુ બાકી છે;
10 Whoever has entered our Father's rest has also rested from his works, as our Father did from his own. કેમકે જેમ ઈશ્વરે પોતાના કામોથી વિશ્રામ લીધો, તેમ વિશ્રામમાં જેણે પ્રવેશ કયોઁ છે, તે પણ પોતાના કામથી વિશ્રામ લે છે.
11 So let's strive to enter that rest, so no one falls by the same pattern of disobedience. એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશવા માટે ખંત રાખીને યત્ન કરીએ, જેથી કોઈ પણ આજ્ઞાભંગના ઉદાહરણને અનુસરીને નાશ ન પામે.
12 For the word of our Father is alive and active, sharper than any two-edged sword, piercing to divide soul and spirit, joints and marrow, discerning the heart's thoughts and intentions. કેમકે ઈશ્વરનાં વચન જીવંત અને સક્રિય છે, તે કોઇ પણ બેધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ હથિયાર કરતાં પણ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને, સાંધા અને મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારો અને વલણનો ન્યાય કરે છે.
13 No creature is hidden from his sight; all lies naked and exposed to the eyes of the one we must answer to. આખી સૃષ્ટિમાં તેમની સમક્ષ કંઈ પણ ગુપ્ત નથી, જેમને આપણે હિસાબ આપવાનો છે તેમની નજર સમક્ષ સઘળું ખુલ્લું છે.
14 So since we have a great high priest who has passed through the heavens—Jesus, Son of our Father—let's hold firmly to the faith we profess. તેથી, આપણી પાસે એક મહાન યાજક છે. જે સ્વર્ગમાં ગયેલાં છે, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ મસીહ, માટે આપણે જે વિશ્વાસનો દાવો કરીએ છીએ તે દ્રઢતાથી પકડી રાખીએ.
15 We have no high priest unable to sympathize with our weaknesses, but one tested in every way as we are, yet without sin. કેમકે આપણી પાસે એવો પ્રમુખયાજક નથી જે આપણી નિર્બળતાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવી ન શકે, પણ આપણી જેમ દરેક પ્રકારે પરીક્ષણો પામેલા છતાં તેઓ નિષ્પાપ રહ્યા.
16 Let us then approach the throne of grace boldly, so we may receive mercy and find grace to help us in time of need. તેથી દયા પામવાને, અને અગત્યને સમયે સહાય મેળવવાને માટે આપણે હિંમતથી કૃપાસનની પાસે જઈએ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]