Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 5 OGCB

Show OGCB only
Verse × ×
1 Every high priest taken from among men is appointed for men in matters relating to our Father, to offer gifts and sacrifices for sins. દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરવામાં આવેલો હોવાથી ઈશ્વર સંબંઘીની બાબતોમાં માણસોને માટે નિમેલો છે, જેથી તે પાપને માટે તે ઈશ્વરને બલિદાન કરે છે.
2 He can deal gently with the ignorant and straying, since he himself also is subject to weakness. તે પોતે પણ નબળાઈઓથી ઘેરાયેલો હોવાથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વતિઁ શકે છે.
3 Because of this weakness, he must offer sacrifices for sins—for the people as much as for himself. આથી તે પોતાના પાપ માટે તથા બીજાઓનાં પાપ માટે પણ અર્પણો કરે છે.
4 No one takes this honor for himself, but only when called by our Father, as Aaron was. અને કોઈ પણ આ માન પોતે લેતો નથી, પણ જયારે તેને ઈશ્વર દ્રારા તેડવામાં આવે છે ત્યારે તે લે છે, જેમ આરોનની પસંદગી કરી, તેમ.
5 So also Christ did not glorify himself to become high priest, but the one who said to him: "You are my Son; today I have fathered you." એ જ પ્રમાણે, પ્રમુખયાજક બનવાનું માન મસીહે પોતે પસંદ કર્યું નહોતું; પરંતુ ઈશ્વરે તેમને કહ્યું, “તું મારો પુત્ર છે; આજ હું તારો પિતા થયો છું.”
6 Just as he also says elsewhere, "You are a priest forever, after the order of Melchizedek." વળી તે જ પ્રમાણે બિજે ઠેકાણે તેઓ કહે છે, “તું મેલ્ખીસેદેકની પરંપરામાં સદાને માટે યાજક છે.”
7 During his earthly life, Jesus offered prayers and pleas—with loud cries and tears—to the one able to save him from death, and was heard for his godly fear. ઈસુ જયારે આ પૃથ્વી પરના જીવનમાં હતા, તેમણે ઊંડી વેદના અને આંસુઓ સહિત મરણમાંથી છોડાવનાર સર્વશકિતમાન ઈશ્વરને પ્રાર્થના તથા કાલાવાલા કયાઁ, અને તેમને સાંભળવામાં આવ્યા કેમકે તેઓ ઈશ્વરને આધીન રહેતાં હતા.
8 Although he was a Son, he learned obedience from what he suffered. તેઓ ઈશ્વરપુત્ર હોવા છતાં દુઃખસહનના અનુભવથી આધીન થવાનું શીખ્યા.
9 And having been made perfect, he became the source of eternal salvation to all who obey him, એક વાર પરિપૂર્ણ થયા પછી, પોતાની આજ્ઞા પાળનારા સવઁને સારું અનંતકાલિક તારણ આપનાર બન્યા;
10 having been appointed by our Father as a high priest after the order of Melchizedek. મેલ્ખીસેદેકની માફક ઈશ્વરે તેમને પણ પ્રમુખયાજક તરીકે જાહેર કર્યા.
11 We have much to say about this, hard to explain, since your hearing has grown dull. મારે આના સંબંધી ઘણું કહેવાનું છે, પણ તમે તે સમજી શકો તેમ નથી, કેમકે તમે સાંભળવા માંગતા નથી.
12 For though you should be teachers by now, you need someone to teach you the basics of our Father's word again. You've come to need milk, not solid food. ખરેખર તો, અત્યાર સુધીમાં તમારે ઉપદેશક થવું જોઇતું હતું; પણ અત્યારે તો ઈશ્વરનાં વચનોનાં મૂળભૂત સિધ્ધાંતો શું છે તે કોઈ તમને શીખવે તેવી જરૂરિયાતો ઊભી થઈ છે. ભારે ખોરાક નહિ, પણ જાણે દૂધની અગત્યતા હોય એમ લાગે છે!
13 Everyone living on milk lacks skill in the word of righteousness, since he's an infant. જે કોઇ દૂધ પર જીવે છે તે હજુ બાળક જ છે, તે ન્યાયીપણાં સંબંઘી બિનઅનુભવી છે.
14 But solid food is for the mature, whose senses are trained by practice to distinguish good from evil. પણ જેઓ પુખ્ત છે, એટલે જેઓની ઈંદ્રિઓ ખરુંખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાક છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]