Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Psalms 10 IRVGuj

Side by side with the Father's Heart Bible™

ન્યાય માટે પ્રાર્થના

1હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો?સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો?

2દુષ્ટો ગર્વિષ્ઠ થઈને ગરીબોને બહુ સતાવે છે;પણ તેઓ પોતાની કલ્પેલી યુક્તિઓમાં ફસાઈ જાય છે.

3કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે;લોભીઓ યહોવાહને ધિક્કારે છે અને તેમની નિંદા કરે છે.

4દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ.તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.

5તે બધા સમયે સુરક્ષિત રહે છે,પણ તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી;તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.

6તે પોતાના હૃદયમાં કહે છે, “હું કદી નિષ્ફળ થઈશ નહિ;પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.”

7તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે;તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.

8તે ગામોની છૂપી જગ્યાઓમાં બેસે છે;તે સંતાઈને નિર્દોષનું ખૂન કરે છે;તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.

9જેમ સિંહ ગુફામાં છુપાઈ રહે છે;તેમ તે ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે.તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે, તે ગરીબને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.

10તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે;લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે.

11તે પોતાના હૃદયમાં કહે છે, “ઈશ્વર ભૂલી ગયા છે;તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ.”

12હે યહોવાહ, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો.ગરીબોને ભૂલી ન જાઓ.

13દુષ્ટો શા માટે ઈશ્વરનો નકાર કરે છે?અને પોતાના હૃદયમાં કહે છે, “તમે બદલો નહિ માગો.”

14તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષ્યાખોરોને નજરમાં રાખો છો.નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે;તમે અનાથને બચાવો છો.

15દુષ્ટ લોકોના હાથ તમે ભાંગી નાખો;તમે દુષ્ટ માણસની દુષ્ટતાને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.

16યહોવાહ સદાસર્વકાળ રાજા છે;તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.

17હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો;તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;

18તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરોતેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]