Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Micah 3 guj

Show guj only
Verse × ×
1 Then I said: Listen, leaders of Jacob, rulers of the house of Israel! Isn't knowing justice your duty? મેં કહ્યું, "હે યાકૂબના આગેવાનો, અને ઇઝરાયલ દેશના શાસકો હવે સાંભળો; શું ન્યાયને જાણવાની તમારી ફરજ નથી?
2 You who hate good and love evil, who tear the skin from my people and their flesh from their bones; તમે જેઓ ન્યાયને ધિક્કારો છો, અને દુષ્ટતા પર પ્રેમ રાખો છો, તમે મારા લોકોના શરીર પરથી ચામડી અને તેના હાડકાં ઉપરથી માંસ ઉતારી લો છો.
3 who eat the flesh of my people, strip off their skin, and break their bones in pieces; who chop them up like meat for the pot, like flesh inside the cauldron. તમે મારા લોકોનું માંસ ખાઓ છો, તમે તેમના શરીર ઉપરથી ચામડી ઉતારી નાખો છો, તેમના હાડકાં ભાંગી નાખો છો, અને તેના ટુકડે ટુકડા કરો છો, તેને માંસની જેમ રાંધવા માટે, તમે તેને કઢાઈમાં પાથરી દો છો.
4 Then they will cry out to our Father, but he will not answer them; he will hide his face from them at that time, because of the evil they have done. પછી તમે યહોવાહને વિનંતી કરશો, પણ તે તમને ઉત્તર નહિ આપે. તેથી તે સમયે તે તમારાથી મુખ ફેરવી લેશે. કારણ કે તમે અનિષ્ટ કામો કર્યા છે."
5 This is what our Father says about the prophets who lead my people astray: when they are fed, they cry "Peace," but declare war on anyone who puts nothing in their mouths. યહોવાહ પ્રબોધકો વિષે કહે છે જેઓ મારા લોકોને ખોટા માર્ગે લઈ જાય છે; જેઓ તેમને દાંતથી ખવડાવે છે, તેઓ એમ કહે છે,કે ત્યાં સમૃદ્ધિ આવશે.' જેઓ તેમને ખવડાવતા નથી, તેઓ તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે.
6 Therefore night will come over you, without vision; darkness for you, without divination. The sun will set on the prophets, and the day will go dark over them. તેને લીધે તમારા ઉપર એવી રાત પડશે કે, જેમાં તમને કોઈ સંદર્શન નહિ થાય; અને તમારા ઉપર અંધકાર ઊતરશે, તમે ભવિષ્ય ભાખી શકશો નહિ, અને પ્રબોધકોનો સૂર્ય આથમી જશે અને તમારો દિવસ અંધકારમય થઈ જશે.
7 The seers will be ashamed and the diviners disgraced; they will all cover their mouths in shame, for there is no answer from our Father. દૃષ્ટાઓ લજ્જિત થશે, અને ભવિષ્યવેત્તાઓ ગૂંચવાઈ જશે, તેઓ બધા પોતાના હોઠ બંધ કરી દેશે, કારણ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી."
8 But as for me, I am filled with power—with the Spirit of our Father—and with justice and might, to declare to Jacob his rebellion and to Israel his sin. પરંતુ યાકૂબને તેના અપરાધ, અને ઇઝરાયલને તેના પાપો વિષે જણાવવા માટે, યહોવાહના આત્મા વડે નિશ્ચે સામર્થ્ય, ન્યાય અને શક્તિથી ભરપૂર છું.
9 Hear this, you leaders of the house of Jacob and rulers of the house of Israel, who despise justice and pervert everything that is right, હે યાકૂબના વંશના આગેવાનો, તમે હવે આ સાંભળો, અને ઇઝરાયલ કુળના શાસકો, જેઓ ન્યાયને ધિક્કારો છો, અને સર્વ નીતિમત્તાને ઉલટાવો છો,
10 who build Zion with bloodshed and Jerusalem with wrongdoing. તમે સિયોનને લોહીથી, અને યરુશાલેમને અન્યાય દ્વારા બાંધ્યાં છે.
11 Her leaders judge for a bribe, her priests teach for a price, and her prophets divine for silver; yet they lean on our Father and say, "Is not our Father among us? No disaster can come upon us." તેના આગેવાનો લાંચ લઈને ન્યાય કરે છે. અને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે અને તેના પ્રબોધકો પૈસા લઈને ભવિષ્ય ભાખે છે. એમ છતાં પણ તેઓ યહોવાહ પર આધાર રાખે છે અને કહે છે, "શું યહોવાહ આપણી સાથે નથી? આપણા પર કોઈ આફત આવશે નહિ."
12 Therefore because of you Zion will be plowed like a field, Jerusalem will become a heap of ruins, and the temple mount a forested hilltop. આથી, તમારે કારણે, સિયોનને ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે, અને યરુશાલેમમાં કાટમાળનો ઢગલો થઈ જશે, અને ટેકરી ઉપરનું સભાસ્થાન ઝાડી ઝાંખરાથી ઢંકાઈ જશે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]