Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Micah 2 guj

Show guj only
Verse × ×
1 Woe to those who plot wickedness and work out evil upon their beds! At the morning light they carry it out, because they have the power to do it. જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે. કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે.
2 They covet fields and seize them, and houses, and carry them off. They oppress a man and his house, a person and his inheritance. તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે; તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે. તેઓ માણસને અને તેની સંપત્તિ માટે છે, માણસો તથા તેના વારસા પર જુલમ કરે છે.
3 Therefore this is what our Father says: Look, against this family I am devising disaster, from which you cannot pull your necks free; you will not be able to hold your heads high, for it is an evil time. તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; "જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ , અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે.
4 In that day they will take up a taunt against you and wail with bitter lamentation, saying, "We are utterly ruined! He trades away the portion of my people; how he strips it from me! To the traitor he parcels out our fields." તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે અને તમારે માટે વિલાપનાં ગીતો ગાશે, રુદન કરશે. તેઓ કહેશે કે, 'આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે (યહોવાહ) અમારા ખેતરો અમને દગો આપનારા વચ્ચે વહેંચી આપે છે!"'
5 Therefore you will have no one to cast the measuring line by lot in the assembly of our Father. એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહિ મળે.
6 "Do not preach!" they preach. "No one should preach such things; disgrace will not overtake us." તેઓ કહે છે, પ્રબોધ કરશો નહિ. તેઓએ આ બાબતોનો પ્રબોધ કરવો નહિ; આપણી ઉપર આ લાંછન દૂર થવાનું નથી."
7 Should this be said, house of Jacob? Is the Spirit of our Father impatient? Are these his deeds? Do not my words bring good to the one who walks uprightly? હે યાકૂબના વંશજો શું આવું કહેવાશે કે, યહોવાહનો આત્મા સંકોચાયો છે? આ શું તેમના કાર્યો છે? જેઓ નીતિમત્તાથી ચાલે છે, સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી?
8 But lately my children have risen up as an enemy. You strip the rich robe from those who pass by unsuspecting, like men returning from war who wanted no fight. પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે. જેઓ એવું વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી પાછા ફરતા લોકોની જેમ સુરક્ષિત છે. તેવા નિર્ભયપણે ચાલતાં લોકોના વસ્ત્રમાંથી તમે ઝભ્ભા ઉતારી નાખો છો,
9 You drive the women of my people out of their pleasant homes; from their little children you take away my splendor forever. મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો; અને તેઓનાં બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો.
10 Get up and go, for this is no place of rest; because it is defiled, it brings destruction—a grievous destruction. ઊઠો, ચાલ્યા જાઓ, કેમ કે આ તમારું સ્થાન નથી કે જ્યાં તમે રહો, કેમ કે તેની અશુદ્ધિ ; હા ભયંકર વિનાશકારક મલિનતા એ તેનું કારણ છે.
11 If a man who lives by empty deceit were to lie, "I will preach to you of wine and alcohol," he would be just the preacher for this people! જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે, ''હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે," તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.
12 I will surely gather all of you, Jacob; I will surely bring together the remnant of Israel. I will set them as one, like sheep in a pen, like a flock in the midst of their pasture—a place loud with people. હે યાકૂબ હું નિશ્ચે તારા સર્વ લોકોને ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને ભેગા કરીશ. હું તેમને વાડાનાં ઘેટાંની જેમ ભેગા કરીશ તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ તેઓ લોકોના ટોળાને લીધે મોટો ઘોંઘાટ કરશે.
13 The one who breaks open the way goes up before them; they break through and pass the gate, going out through it. Their King goes on ahead of them, our Father at their head. છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે; રાજા તેઓની પહેલાં પસાર થઈ ગયો છે, યહોવાહ તેમના આગેવાન છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]